News of Thursday, 18th September 2025
રવિવારે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમમાં વેલકમ નવરાત્રી
એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ દ્વારા ગૌસેવાના લાભાર્થે આયોજન :ઝુપડપટ્ટીના બાળકો પણ રાસ ગરબાની રમઝટ બોલાવશે, ભેટ અપાશેઃ આવક ગૌશાળામાં અર્પણ કરાશે

રાજકોટઃ માધવરાવ સિંપિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ ગરબે ઘૂમશે. છેલ્લા ૯ વર્ષથી સતત પમાકેદાર આયોજન કરનાર એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ મીડિયા આ વર્ષે સતત ૧૦માં વર્ષમાં ઝાકમઝોળ વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરી રહ્યા છે. બિગેસ્ટ વેલક્રમ નવરાત્રી ૨૦૨૫ના મુખ્ય આયોજક પ્રકાશભાઈ રાવરાણી અને સંદીપભાઈ બગથરીયા સહિત અન્ય આયોજકો વિક્રમભાઈ વાક, સુરૂભા જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, જય બોરીચા અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતના યુવાઓ અગ્રણીઓ અને તેમની ટીમ છે, જેમના પ્રયત્નોથી રાજકોટમાં વેલકમ નવરાત્રીના આ ૧૦માં અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઉત્કૃષ્ટ યુવા ખેલૈયા, દંપતી, સિનિયર સિટીઝન સહિતના ખેલૈયાઓને ઈનામ વિતરણ કરાશે.
આ ભવ્ય ઉત્સવ રવિવાર, તા.૨૧ સપ્ટેમ્બર, સાંજે ૭ વાગ્યે માં નવદુર્ગાની આરતીથી આરંભાશે. ત્યારબાદ સૂર અને સંગીતના સથવારે ખેલૈયાઓને ગરબે ઘુમાવવા માટે જાણીતા સિંગર માર્ગી પટેલ અને મૃદુલ ઘોષ રંગત જમાવશે. અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી તેમજ ખેલૈયાઓની સુરક્ષા કાજે બાઉન્સર સિક્યુરિટી તેમજ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાથે સુઢ આયોજન કરાઈ રહ્યું છે.
ક્રિકેટના પીચ પર આ વખતે રન નહીં પણ રાસ, ગરબા અને થનગનાટની કેમિસ્ટ્રી જોવા મળશે. ખેલૈયાઓના અભૂતપૂર્વ ઉત્સાહને ધ્યાનમાં રાખીને આ નવરાત્રીનું આયોજન રાજકોટના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક અનોખો મુકામ બનશે.
આ તકે વેલક્રમ નવરાત્રિને દીપાવવા હિરેનભાઈ ભટ્ટ (તંત્રી - દિવ્ય ભાસ્કર), ધર્મેશભાઈ વૈષ્ણવહિમાફોસ પ્રા.લિ.), પીંટુભાઈ ખાટડી(યુવા ભાજપ અગ્રણી), ભાનુબેન બાબરીયા(કેબીનેટ મંત્રી, ગુજરાત રાજય), નયનાબેન પેઢડીયા(મેયર), ડો.ઓમ પ્રકાશ(કલેક્ટર-રાજકોટ), રાજકોટ પોલીસ કમિશનર, તુષાર સુમેરા(મ્યુનિ. કમિશનર), નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) (ઉપ્યુટી મેયર), અરવિંદભાઈ રૈયાણી, પ્રદિપભાઈ ડવ(પૂર્વ મેયર), રામભાઈ મોકરીયા (સાંસદ-રાજ્યસભા), પરસોતમભાઈ રૂપાલા(સાંસદ-લોકસભા), જયેશભાઈ રાદડીયા(પૂર્વ મંત્રી-ગુજરાત), મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ), નિતીનભાઈ ભારદ્વાજ(ભાજપ અગ્રણી), વિજયસિંહ વાળા(સુરભી કલબ), સતીષભાઈ મહેતા(અબતક મીડીયા હાઉસ - એમ.ડી.), મુકેશ દોશી (પૂર્વ શહેર ભાજપ પ્રમુખ), ભુપતભાઈ બોદર(પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ), ઉદય કાનગડ(પારાસભ્ય), રમેશભાઈ ટીલાળા(ધારાસભ્ય), દર્શીતાબેન શાહ(ધારાસભ્ય), ભરત ભોષરા (પ્રદેશ ભાજપ અગ્રણી), અર્જુનસિંહ રાણા(ગુજરાત સ્પો. યુનિ. કુલપતી), માધવ દવે (શહેર ભાજપ પ્રમુખ), પુષ્કરભાઈ પટેલ(પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન), નિતીનભાઈ નથવાણી (તંત્રી સીટી ન્યુઝ), કાશ્મીરાબેન નથવાણી (મહીલા ભાજપ અગ્રણી), વિરેન્દ્રસિંહ ઝાલા(તંત્રી-જી.ટી.પી.એલ.), શ્રી વિજયભાઈ વાંક(પૂર્વ મંત્રી, પૂર્વ કોર્પોરેટર, ગૌસેવક), સુરેન્દ્રસિંહ વાળા(પૂર્વ દંડક-રાજકોટ), પરેશભાઈ ડોડીયા(ખાસ ખબર-એમ.ડી.), ગણેશભાઈ ગોંડલ (યુવા ભાજપ અગ્રણી - ગોંડલ), પ્રદિપસિંહ જાડેજા (રિટાયર્ડ સિનિયર આઈપીએસ), એમ.વી. વેકરીયા(સુશ્રુત હોસ્પિટલ), જયમીન ઠાકર(સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન), નરેન્દ્રદાસ ગૌ. ભક્ત મકનભાપા સેવા પામ-સડક પીપળીયા, નરેન્દ્રસિંહ જાડેજા (રા.લો. સંપ-પ્રમુખ), અશ્વિન મોલીયા (રાજકોટ ભાજપ મહામંત્રી), અશોકભાઈ બગથરીયા - અકિલા પ્રેસ, કૃષ્ણારાજસિંહ જાડેજા - કરણી સેના અને ડો. અમિતભાઈ હાપાણી (પ્રગતિ હોસ્પિટલ) સહિતના સામાજિક અગ્રણીઓ હોદેદારો, મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કેન્સર વોરિયર ગરબે ઘૂમશે, રાસ સાથે માનવતા પણ મહેકશે વેલકમ નવરાત્રીમાં
એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ મીડિયા આયોજિત બિગેસ્ટ વૈલ્કમ નવરાત્રીમાં અબતક સુરભિ અને ઝીલ એન્ટરટેનમેન્ટના સથવારે કેન્સર વોરિયર પણ ગરબે ઘૂમી સાહસ અને જુસ્સાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે સાથે ઝૂંપડપટ્ટીના બાળકો પણ અર્વાચીન ગરબીમાં રાસગરબાની રમઝટ બોલાવશે. તેમજ આ વેલકમ નવરાત્રિ ૨૦૨૫ની તમામ રકમ ગૌશાળાના લાભાર્થે દાન સ્વરૂપે અર્પણ કરાશે.
(4:01 PM IST)










