News of Thursday, 18th September 2025
શેરી ફેરિયાઓ નવી લોન યોજનાનો લાભ કેમ લેશે? મનપા દ્વારા લોક કલ્યાણ મેળો
તા. ર૦ અને તા. રર નાં સવારે ૧૦:૩૦ થી પઃ૦૦ સુધી મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે આયોજન આ કેમ્પનો લાભ લેવા મેયર સહિતના પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ, તા. ૧૮: શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. તેમ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ કમિટીના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા એ જણાવેલ છે.
આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ મળી રહે તે માટે ૨૦/૦૯/૨૦૨૫ થી ૨૨/૦૯/૨૦૨૫, શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે, રાજકોટ સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ‘લોક કલ્યાણ મેળા'માં PM SVAnidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડીંગ રહેલ મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે તમામ બેંકોનાં અધિકારીશ્રીઓને કેમ્પમાં હાજર રાખી કેમ્પના સ્થળેજ લોન અરજીઓ મંજુર કરવા માટે આયોજન કરેલ છે. સાથોસાથ લોન મંજુરી કેમ્પની સાથેજે ફેરિયાઓ લોન લેવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટેનવી લોન અરજીઓ પણ કેમ્પના સ્થળ ઉપર ઓનલાઈન કરી આપવામાં આવનાર છે.(
(4:02 PM IST)










