<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રવિવારે સમસ્‍ત પ્રજાપતિ સમાજના રાસોત્‍સવ

થનગનાટ રજવાડી ખાતે સતત છઠ્ઠા વર્ષે આયોજનઃ જ્ઞાતિજનો માટે બિઝનેસ ફોર નેશનલ ઉદેશ્‍ય

રાજકોટઃ પ્રજાપતી રાસોત્‍સવ ૨૦૨૫,  તા.૨૧ રવિવારે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી થનગનાટ રજવાડી, પાઠક સ્‍કુલ પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડના આંગણે એક લાખ વોલ્‍ટ સાઉન્‍ડ સિસ્‍ટમના સથવારે નવા જ અંદાઝમાં ડાંડિયાની રમઝટ બોલાવવા માટે એક દિવસ રાસોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

રાજેશ સવનિયા અને ટીમ આયોજિત પ્રજાપતી રાસોત્‍સવમા દર વર્ષની જેમ આ વર્ષ પણ પ્રિન્‍સ - પ્રિન્‍સેસને ઉત્‍સાહ ભેર ખૈલયાઓને લાખેણા ઇનામો ભેટ આપવામાં આવે છે.

રાસત્‍સોવમાં ડાંડીયાની રમઝર્ટ કરાવવા માટે પ્રખ્‍યાત ઓરકેસ્‍ટ્રા બેન્‍ડ ધૂમ મચાવશે. સાથે જાણીતા સંગીતકારો સાથે પ્રાચીન અને જુના-નવા હિન્‍દી ગીતોની ધૂમ મચાવશે

(3:52 PM IST)