News of Friday, 19th September 2025
શક્તિની ભક્તિ...સનાતન ધર્મની જ્યોત પ્રગટાવતી ધોળકીયા સ્કૂલની ગરબી
ચાચર ચોકમાં પાંચ હજાર વર્ષથી ચાલી આવતી પ્રાચીન ગરબીના દર્શન કરાવશેઃ હાઈડ્રોલીક સ્ટેજમાં માતાજીના દર્શન મંચ ઉપર પર્વત ઉપરથી માતાજીનું રથમાં આગમન થશેઃ મોગલ રાસ, અંબા આરાધના, ખોડલરાસ, મન મરો બની થનગાટ કરે જેવા દરરોજ ૩૦૦થી વધુ બાળાઓ દ્વારા અવનવા રાસ રજૂ કરાશેઃ પ્રાચીન ગરબાઓના સૂર, તાલને ભક્તિરસમાં ઝબોળીને પીરસાશે બાળાઓ

રાજકોટઃ ‘રમે અંબે મા ચાચરનાં ચોકમાં રે લોલ' કે ‘ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના', ‘રુડે મરબે રમે છે દેવી અંબિકારે' આવા પરંપરાગત મરબાને જીવંત રાખવા સતત પ્રયાસ કરતી ધોળકિયા સ્કૂલની ભવ્યાતિભવ્ય પાચીન ગરબીનાં ગરબા નિહાળવાનો લ્હાવો જી.કે. ધોળકિયા સ્કૂલને આંગણે યુનિ. રોડ, ચાચર ચોકમાં માણવા મળશે.
ભારતીય સંસ્કૃતિ વૈવિધ્યતાથી સભર છે. એમાયે ગરવી ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ દેશ-વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત છે. ગુજરાતની પ્રજા ઉત્સર્વાપય પ્રજા તરીકે ઓળખાય છે અને ગુજરાતીઓના રાસ-ગરબા અને ગુજરાતી સંગીત એ આપણી આગવી ઓળખ છે ત્યારે જીવંત સંગીત સાથે ગરબાઓને સાંભળવી, ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવાનો લ્હાવો ખરેખર અદ્વૂત બની રહેશે.
ધર્મની ધરોહરનું જતન કરવાના શુભ-આશયથી 'મા આદ્યશક્તિની ભકિત' મા નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી મા અંબા નવદુર્ગાના વધામણા કરવા ધોળકિયા શાળા પરિવાર થનગની રહ્યો છે.
નવલા નોરતાની એ જ પરંપરાને અનુસરવા - સંસ્કૃતિની ગરિમા જાળવવા અને ધર્મની ધરોહરનું જતન કરવાનાં શુભ-આશયથી ર્માં આદ્યશક્તિની ભકિત ર્માં નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી માઙ્ખ અંબા - નવદુર્ગાના વધામણા કરવા ધોળકિયા શાળા પરિવાર થનગની રહ્યો છે.
શાળાની ૩૦૦થી વધુ બાળાઓ દાંડિયા, કરતાલ, બેડાં, દીવડાં, ટિપ્પણી, મંજીરા, તલવાર, ત્રિશુલ, ઘડા, દિવા, ખંજરી, લહેરિયા રૂમાલ, વિંઝડા, થાળી, યુની. માંડવી. છતર અને અન્ય વિવિધ સાધનો વડે મા અંબાની ભકિત કરી. ગુણગાન દ્વારા માને રીઝવવાના સ્તુતિમય પ્રયાસોમાં સૌને જોડવા શાળાની બાળાઓ સાધના કરી રહી છે.
૨૧ મી સદીના ઝડપી અને પાヘાત્ય સંસ્કૃતિ તરફ હરણફાળ ભરતી આજની યુવા પેઢીમાં આપણી ગૌરવપૂર્ણ સંસ્કૃતિનું જતન કરવા. એમની ગરિમાનું રક્ષણ કરવાનાં અથાક પ્રયત્નોના ભાગ રૂપે છેલ્લા ૧૩ વર્ષથી ધોળકિયા સ્કૂલના સમગ ટ્રસ્ટીગણ. આચાર્યગણ, સ્ટાફગણ તથા સમગ્ર વિદ્યાર્થી તથા વાલીગણે જહેમત ઉઠાવી રહી છે.
છેલ્લા નવ વર્ષથી ધોળકિયા સ્કુલ્સ શાળા પરિવાર નવરાત્રી પાચીન રાસ-ગરબા મહોત્સવ કાર્યક્રમનું આયોજન સુમધુર સંગીતનો સથવારો સાંપડશે એસ. ભાસ્કર અને તેમની સમગ્ર ટીમનો જેમાં ચિંતનભાઈ જોશી, કેતનભાઈ ટાટમિયા, ચેતનાબેન પોતાના સૂરીલા સ્વર દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરશે જયારે કી બોર્ડ પર ભાસ્કર શિંગાળા અને હિતેશ ગૌસ્વામી પોતાની કલા પીરસશે. રિધમમાં સેવા આપશે મિતેશભાઈ ઓઝા, રાજેશ લિંબચિયા. કેયુરભાઈ બુધ્ધદેવ, જનકભાઈ વ્યાસ અને કલ્પેશભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.
નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા. મીતુલભાઈ ધોળકિયા, ધવલભાઈ ધોળકિયા, વિરલભાઈ ધોળકિયા મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, જીતુભાઈ ધોળકિયાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, જીતુભાઈ ધોળકીયા (ટ્રસ્ટી ધોળકીયા સ્કૂલ), પ્રિન્સીપાલશ્રીઓ વિરાંગના ગાંધી, પારુલબેન સોમેંયા, ખુશ્બુમેમે બાવીશી, ભારતીબેન અમીપરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (૪૦.૩૫)
(3:13 PM IST)










