<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મનપા ટેકનોલોજીના યુગમાં પણ કરે છે પત્ર વ્‍યવહાર ! એક જ કાર્યક્રમના મિડીયા હાઉસમાં અલગ-અલગ ૪ આમંત્રણ

વિશ્વનું 6G તરફ પ્રયાણ... કોર્પોરેશનનું 2Gમાં સર્ફીગ

રાજકોટ, તા. ૧૯ :  આજના ટેકનોલોજીના યુગમાં રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશન હજી પણ ર૦ મી સદીમાં કામગીરી કરી રહ્યું છે. મનપા દ્વારા આયોજીત થતા નાના-મોટા કાર્યક્રમનું આમંત્રણ પત્ર દ્વારા મીડીયા કોર્પોરેટરો તથા સામાજીક આગેવાનોને મોકલવામાં આવી રહ્યા છે.

આજે ઇન્‍ટરનેટ 6G તરફ આગળ વધે છે ત્‍યારે મનપા 2G માં જ સર્ફીગ કરી રહ્યુ઼ છે. આમંત્રણ મોકલવા માટે કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરથી કુરીયરનો ખર્ચ અલગ ઉમેરાય છે.

શહેરમાં મુખ્‍ય મીડીયાની સંખ્‍યા ખાસી છે અને મનપા દ્વારા તંત્રી, મેનેજર, રિપોર્ટર તથા ફોટોગ્રાફરના નામે અલગ-અલગ ૪ આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે. જેથી એક જ મિડીયા હાઉસમાં ૪ આમંત્રણના કાગળ, ૪-કવર તથા ૪ કુરીયરનો ખર્ચ તંત્ર ભોગવે છે.

આમ મનપા દ્વારા કરવામાં આવતા આ ખોટા ખર્ચને ટેકનોલોજીના માધ્‍યમથી શૂન્‍ય કરી શકાય તેમ છે. જેથી વર્ષે મોટી રકમ બચાવી લોકોને ઉપયોગી કામોમાં વાપરી શકાય તેવી વ્‍યવસ્‍થા તંત્રવાહકો સરળતાથી કરી શકે તેમ છે. 

(3:21 PM IST)