News of Friday, 19th September 2025
કાલે સમસ્ત સુથાર સમાજના ગજજર રાસોત્સવનું આયોજન
જીએચપી ગ્રુપ દ્વારા નિઃશૂલ્ક વેલકમ નવરાત્રીઃ ગાયકો ગરબાની રમઝટ બોલાવશેઃ મેડીકલ ટીમ ખડેપગે રહેશે

રાજકોટઃ સુથાર સમાજના યુવાઓની સંસ્થા જીએચપી ગ્રુપ ( ગુર્જર સુથાર હિતેચ્છુ પરિવાર) દ્વારા સમસ્ત સુથાર સમાજ માટે નિઃશુલ્ક દસમાં વેલકમ નવરાત્રીનું ઝાઝરમાન આયોજન તા ૨૦ શનિવાર સાંજે ૬ થી ૧૧ કલ્યાણ પાર્ટી પ્લોટ, સીનરજી હોસ્પિટલની સામે, અયોધ્યા ચોક પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ૪હજાર ખેલૈયાઓ રમી શકે અને ૧હજાર જ્ઞાતિજનો રાસોત્સવને નિહાળી શકે તેવી વ્યવસ્થા કરેલ છે. એક લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ, જાકમજોડ લાઇટિંગ, લેઝર લાઇટિંગ, અનુભવી બાઉન્સરો જેવી સુવિધાઓ સાથે સતત દસ વર્ષથી આ એક દિવસીય રાસોત્સવનું આયોજન થઈ રહ્યું છે.
ગજ્જર રાસોત્સવમાં સુતાર જ્ઞાતિની નાની બાળાઓના હસ્તે આરતી કરીને દાંડીયારાસ નો પ્રારમ થશે.ગાયકો ગરબાની રમઝટ બોલાવશે. નામાકિત નિણર્ણાયકો દ્વારા સિલેક્શન કરવામાં આવશે અને ખેલૈયાઓને લાખેણા ઇનામો પણ અપાશે.
ગજ્જર રાસોત્સવના આયોજનને સફળ બનાવવા જીએચપી ગ્રુપના યોગીન છનિયારાની આગેવાની હેઠળ અરવિંદભાઈ ગજ્જર, અનિલ ખંભાયતા, જયેશ મહેમદાવાદીયા, અલ્પેશ ખંભાયતા, કિરીટ ઝોલાપરા, મુકેશ કરગથરા, હિરેન કલોલિયા, સંદીપ સાંકડેચા, મનીષ વિસાવડીયા, દેવાંગ ગજ્જર, સંજય કથયા,દેવ ગજ્જર, દીપક ભારદીયા, પ્રકાશ ભારદિયા, હર્ષદ સિનરોજા, ગિરીશ વડગામા, મનીષ દસાડીયા, અશોક અઘેરા, શૈલેષ ખંભાયતા, શૈલેષ વેકરીયા, મિહિર ખંભાયતા, અનિલ કથેયા, વિપુલ અખિયાણીયા, પૂર્વેશ વડગામા, જનક પંચાસરા, ચંદ્રેશ વિસાવડીયા, કિશન ઘોરેચા, બકુલ ગોવિદિયા, પિયુષ અઘેરા, વિરાજ ખંભાયતા, જયદીપ કરગથરા, મનીષ વિસાવડીયા, મુકેશભાઈ પંચાસરા, પિયુષ અંબાસણા, સંદીપ અંબાસણા, ધર્મેશ છનિયારા, રમેશભાઈ સોનીગ્રા, વલ્લભ વડગામા, દીપક કરગથરા, પ્રકાશ કુવારદિયા, અલ્પેશ ગજ્જર, જીતેન્દ્ર દુદકિયા, વિશાલ કલોલિયા, દેવેન્દ્ર બદ્રકીયા, ભાવેશ બદ્રકિયા, હિરેન ધાંગધરીયા, વિશાલ વાલંભીય, પ્રતિક વાલંભીયા, કેવલ ગજ્જર, નવીન પાટડીયા હિતેશ પનારા, સાવન વડગામા, કુલદીપ અંબાસણા,જીગ્નેશ કગથરા, સુરેશ સંચાણિયા કેતન સરસેચા, સાગર ગજ્જર પરેશ સુરેલીયા, નેહલ પીલોજપરા, હિતેશ ગજ્જર ચેતન સાંકડેચા, અર્જુન વડગામા, હિરેન સોન્ડાગર વિજય કથેયા, કલ્પેશ ભાલારા ,ખુશાલ મહેમદાવાદીયા, અનિલભાઈ સાંકડેચા, જીગર ધોરેચા, સંજય કડેચા, અમિત બાવડેચા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:30 PM IST)










