News of Friday, 19th September 2025
સરદાર પટેલ સોશિયલ ગ્રુપ મેઇન યુવા દ્વારા રવિવારે વેલકમ નવરાત્રી એક દિવસીય રાસોત્સવ

રાજકોટ તા. ૧૯ : સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (મેઇન યુવા) રાજકોટ ખોડલધામ સંચાલિત ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે કાર્યરત છે. જે છેલ્લા ૮ વર્ષથી સોશિયલ એકટીવીટી કરી રહેલ છે. આ મહીનાની મીટીંગ વેલકમ નવરાત્રી કાર્યક્રમ સાથે યોજવામાં આવી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૨૧ ના રવિવારે રાત્રે ૮ વાગ્યે યુનિટી ફાઉન્ડેશન ગ્રાઉન્ડ, સત્યસાઇ રોડ ખાતે એક દિવસીય રાસોત્સવ યોજેલ છે. જેમાં સારૂ પરફોર્મ કરનાર ખેલૈયાઓને ભેટ આપી પ્રોત્સાહીત કરાશે.
ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થી સન્માન, ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને ચપ્પલ વિતરણ, બીઝનેશ એકસ્પો, સર્વજ્ઞાતિ વૈદિક વિવાહ, બાળકો માટે યોગા, કરાટે કેમ્પ, રકતદાન કેમ્પ, વેવિશાળ પરિચય સંમેલન અને મહિલા ઉત્થાન માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
કોઇપણ લેઉવા પટેલને ગ્રુપમાં જોડાવા સરદાર પટેલ ગ્રુપ (મેઇન યુવા) આવકારે છે. આ માટે પ્રમુખ વિજયભાઇ લકકડ (ગિરીરાજ ઇન્વેસ્ટમેન્ટ), મો.૯૮૨૪૨ ૮૫૦૧૬), મંત્રી હરેશભાઇ સાયપરીયા (રામેશ્વર ગ્રાફીકસ), મો.૯૮૨૫૩ ૨૭૬૨૦)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
ગ્રુપના હોદેદારોમાં સહમંત્રી તરીકે રસીકભાઇ ઠેસીયા, ખજાનચી તરીકે નિલેશભાઇ કથીરિયા, સહ ખજાનચી તરીકે પ્રફુલભાઇ મારવીયા, આયોજન મંત્રી તરીકે હરેશભાઇ કપુરીયા, સંયોજક તરીકે દેવાંગભાઇ રાણપરીયા સેવા આપી રહ્યા છે. તેમજ સલાહકાર સમિતિમાં મનસુખભાઇ પરસાણા અને દીનેશભાઇ કાબરીયા સેવા આપે છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વિજયભાઇ લકકડ (પ્રમુખ), હરેશભાઇ સાયપરીયા (મંત્રી), નિલેશ કથીરીયા (ખજાનચી), દેવાંગ રાણપરીયા (સંકલન મંત્રી) નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:31 PM IST)










