News of Friday, 19th September 2025
શહેરના વિવિધ જાહેર સ્થળોએ ર૭ ટન કચરાનો નિકાલઃ ચોખ્ખા ચણાંક કરાયા
મનપાના ૪ હજાર સફાઇ કામદારો દ્વારા સફાઇ ઝુંબેશ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા તા.૧૭ સપ્ટે. થી તા.૩૧ સપ્ટે. સુધી શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા સ્ટેન્ડ, રાજ્ય ધોરી માર્ગ તથા રાષ્ટ્રીય ધોરી માર્ગની સફાઈ, શહેરના મુખ્ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારની સફાઈ, પબ્લિક ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા. ૧૯ મહાનગરપાલિકા દ્વારા શહેરના બસ સ્ટોપ, હોકર્સ ઝોન, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટ વગેરે સ્થળોએ ૪૧૫૦ સફાઈ કામદારો દ્વારા ૨૭ ટન કચરોનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧ થી ૧૮ વોર્ડમાં પણ શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં વોર્ડ નં.૧ થી ૧૮ વોર્ડમાં લગત વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.
(3:39 PM IST)










