<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

રવિવારે ૐકારા સનાતન ગરબાઃ ૭૭૭૭ દીવડાઓની મહાઆરતીઃ ૧૧ હજાર ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવશે

ૐના નાદ દ્વારા શક્‍તિપાત કરાવી સનાતનના મુળ તત્‍વ સાથે જોડાશેઃ સંતો મહંતો ઉપસ્‍થિત રહેશે

રાજકોટઃ શહેરમાં પ્રથમ વખત સંપૂર્ણ પારિવારીક માહોલ અને પ્રાચીન ગરબા અને ગીતો સાથે સનાતન સંસ્‍કૃતિ, ધર્મસ્‍થાપના, સેવા અને સમાજકલ્‍યાણ માટે એક દિવસીય ૐકારા સનાતન ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી રવિવાર ૨૧ના રોજ સાંજે ૭ વાગ્‍યે ૧૫૦ ફૂટ રરીંગ રોડ ઉપર સનાતન નવરાત્રી ગ્રાઉન્‍ડ, શીતલ પાર્ક, આર.કે.વર્લ્‍ડ ટાવરવાળી શેરીમાં આ એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પ.પૂ.સદગુરુદેવ શ્રી ૐદાદા -ૐકારા સરકારની પ્રેરણાથી કરુણા, સેવા અને ભક્‍તિનો જાગૃત અવસર મળે. નવરાત્રીના આરંભે ભક્‍તિ, સેવા અને સનાતન સંસ્‍કૃતિનું મહાસંગમમાં આ ગરબાના આયોજનમાં પાસની કોઈ કિંમત રાખવામાં આવી નથી. માત્ર સ્‍વૈચ્‍છિક અનુદાન એજ સેવાના ધ્‍યેય સાથે આશરે ૧૦ હજાર જેટલા ખેલૈયા અને દર્શકોની ઉપસ્‍થિતિમાં આ ભવ્‍ય ૐકારા સનાતન ગરબા યોજાશે.

આ પ્રસંગે પ.પૂ. ૐદાદા -ૐકારા સરકાર માત્ર ત્રણ મિનિટમાં ૭ હજારથી વધુ લોકોને એકસાથે ‘‘ૐ'' ના નાદ દ્વારા શક્‍તિપાત કરાવી સનાતનના મૂળ તત્‍વ સાથે જોડાશે.

ૐકારા સનાતન ગરબામાં પાલિતાણા કાલભૈરવ પીઠાધીશ્વર આચાર્ય મેશભાઈ શુકલજી તેમજ મેંદરડા ખાખી મઢીના શ્રી સુખરામજીદાસ મહારાજ ખાસ ઉપસ્‍થિત રહેશે.ગરબામાં પ્રખ્‍યાત ગાયક કલાકારો રાહુલ મહેતા ભૂદેવ, મોન્‍ટુ મહારાજ ભૂદેવ વિશાલ વરૂ, જાગૃતિ ગોહેલ, શ્રધ્‍ધા મારું, જીગ્નેશ પ્રજાપતિ તથા ખાસ ૧૫ વર્ષની દીકરી હર્ષિ ભટ્ટ પોતાના કંઠેથી માતાજીની આરાધના કરી ખેલૈયાઓને ગરબે રમાડશે. કાર્યક્રમનું સંચાલન એન્‍કર રિયા તન્‍ના અને યોગેશ પાનેલિયા કરશે. ભગવતી શ્રી જગદંબાની ભવ્‍ય આરતી કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા માટે ૐકારા ફાઉન્‍ડેશનના મિતેશભાઈ દોશી, કિન્નરીબેન ચૌહાણ, નવજીવન વિકલાંગ સેવાશ્રયના જીતેન્‍દ્રભાઈ જોષી, કર્માયુથ ફાઉન્‍ડેશનના રાજુભાઈ બગડાઈ, સ્‍વરાજ ફાઉન્‍ડેશનના હર્ષિલભાઈ શાહ, ડીકે૭ ન્‍યુઝના બ્રિજેશભાઇ પડિયા, સનાતન નવરાત્રી ગ્રુપના નીરવભાઈ રાયચુરા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે હર્ષલભાઈ શાહ (મો.૯૯૦૪૦ ૮૬૪૨૯), રવિભાઇ સુરાણી, બ્રિજેશભાઈ પડીયા, મીતેશભાઈ દોશી, નયનભાઈ કોઠારી, કીન્‍નરીબેન ચૌહાણ, કોમલબેન ખીરા, નીમીષભાઈ ભાલોડીયા, જીજ્ઞેશભાઈ વાગડીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:43 PM IST)