News of Sunday, 21st September 2025
બાલાજી હોલ આદિત્ય પાર્કમાંથી પીસીબીએ એશિયા કપ પર સટ્ટો રમતાં રમેશ ઠેસીયાને પકડયોઃ સુરતના સહિત બે શખ્સોની શોધખોળ

રાજકોટઃ શહેરના ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આદિત્ય પાર્ક-૧માં જયદિપ નામના મકાનમાં રહેતાં રમેશ મીઠાભાઇ ઠેસીયા (ઉ.વ.૫૮)ને પીસીબીની ટીમે એશીયા કપના બાંગ્લાદેશ-શ્રીલંકાના મેચ પર મોબાઇલ ફોન મારફત રન ફેરનો જૂગાર રમી સટ્ટો રમતાં પકડી લઇ મોબાઇલ ફોન, ભાવની યાદી માટેની ચિઠ્ઠી, કોરૂ પેઇજ, બોલપેન સહિત ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં તેના મોબાઇલમાંથી સુરત નામથી સેવ કરલો નંબર અને અન્ય એક ફોન નંબર મળતાં આ બંનેના પણ આરોપીમાં નામ જોડી માલવીયાનગર પોલીસમાં હેડકોન્સ. હિરેનભાઇ સોલંકીએ ફરિયાદ દાખલ કરાવી હતી.
પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં મયુરભાઇ પાલરીયા, નગીનભાઇ ડાંગર, ગોપાલઇ સોલંકી સહિતે બાતમી પરથી આ દરોડો પાડયો હતો. મોબાઇલમાં સુરત નામથી તથા અન્ય નંબર પર રમેશ વાતો કરી કપાત કરતો હોવાનું ખુલતાં આ બંને ફોન નંબરના ધારકોની શોધખોળ શરૂ થઇ છે.
(11:47 AM IST)










