News of Monday, 22nd September 2025
કરણપરા ચોકની ગરબીનો પૂ.જયરામદાસ બાપુ અને પૂ.શ્યામ સુંદરજીના હસ્તે થશે પ્રારંભઃ માડી તારા અઘોર નગારા વાગે રાસ ભારે પ્રખ્યાત

રાજકોટઃ શ્રી અંબિકા ટ્રસ્ટ આયોજીત કરણ પરા ચોક ગરબી મંડળનો ૪૪ વર્ષમાં મંગલ પ્રવેશ, શ્રી હરિચરણદાસ બાપુના શિષ્ય શ્રી જયરામદાસ બાપુ તથા શ્રીશ્યામ સુંદર મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને નવરાત્રીનો શુભારંભ કરવામાં આવશે. ગરબીના મુખ્યત્વે રાસ જેવા કે માડી તારા અઘોર નગારા વાગે, માં મોગલનો મેળો, બેડા રાસ રામ રોટી, બાદશાહ રાસ, આવ્યા અંબેમાં વગેરે રાસનો સમાવેશ થાય છે. ગરબી મંડળના ગાયક કલાકારો કિરણબેન ગોંડલિયા, અજય આહીર, ઢોલી કિશનભાઇ મીરાણી, સંજયભાઇ ગોહેલ, નૈતિકભાઈ ગોહેલ, બેન્જો વાદક ગિરિરાજ રાવળદેવ, મંજીરા વાદક પંકજભાઈ ડોબરીયા, દ્વારકેશ ડોબરીયા સેવા આપે છે. જન્માષ્ટમી, દિવાળી, મકરસંક્રાંતિ જેવા તહેવારોમાં રાહત ભાવે ટ્રસ્ટ દ્વારા અનાજ, મીઠાઈ, ફરસાણ, ચીકી વગેરેનું વિતરણ કરવામાં આવે છે. આયોજનમાં શ્રી અંબિકા ટ્રસ્ટ કરણપરા ચોક ગરબી મંડળના પ્રમુખ કિરીટભાઈ પાંધી, (મો.૯૮૨૪૨ ૦૪૧૩૦) નીતિનભાઈ પાંધી,જીતુભાઇ ગોહેલ, હસુભાઈ વાઢેર, કિશનભાઇ પાંધી,ધનેશભાઈ જીવરાજાની, ભરતભાઈ પુજારા, હિશિતભાઈ પુજારા, રાજુભાઈ પરમાર, નિલેશભાઈ ગજ્જર, મિતેશભાઇ ગજ્જર, સુનિલભાઈ ગજ્જર, શૈલેષભાઈ માંડવીયા, યોગેશભાઈ પટેલ, દક્ષભાઈ પુજારા,ઉમેશભાઈ ઝાપડિયા, પરેશભાઈ ઝાપડિયા, જયદીપભાઇ શેઠ, પીન્ટુભાઇ આહીર, વિનુભાઈ મહાજન, દિલીપભાઈ રાઠોડ, હાર્દિકભાઈ અગ્રાવત, વિરેનભાઈ ગજ્જર,રાજુભાઈ ચાવડા, દિલીપભાઈ આડેસરા, મનીષભાઈ રાજાણી, વિજયભાઈ મનાણી , સંજયભાઈ વાધેલા, સંજયભાઈ જીવરાજાની, ભાર્ગેશભાઈ જીવરાજાની, બિરેન્દ્ર વિશ્વકર્મા, હાર્દિકભાઈ કુંડલીયા વગેરે બીજા ૧૦૮ કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે
(3:20 PM IST)










