તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
રૂડાના રીંગ રોડ-ર ફેઝ-પમાં અમદાવાદ હાઇવેથી મોરબી રોડ સૂધીનો
૧૦ કિ.મી.ના લોકેશનના બાંધકામ માટે મંજુરી : ૧૮૭ કરોડની ગ્રાંટ મળી

રોણકી- કાંગશીયાળીમાં ૫૮ કરોડના ખર્ચે પાણી પૂરવઠા યોજનાઃ રૂડાની ૧૭૮મી બોર્ડ બેઠક યોજાઇ... : પાંચ ટીપી સ્કીમ બનાવવા ઇરાદો જાહેર કરાયોઃ કુવાડવા GIDC થી અન્ય ૨ાા કિમીનો રોડ બનશેઃ વાજડીગઢમાં ૧૦ કરોડના ખર્ચે ડામર રસ્તા બનાવાશે
રાજકોટ તા.૨૩: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજરોજ ૧૭૮મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં અનેક મુદાઓને બહાલી આપવામાં આવી હતી.
જેમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ હેઠળ સત્તામંડળનીનીચે મુજબની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી. ૧. સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૫૩ (ખોખડદળ), ર. સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૫૪ (ખોખડદળ), ૩. સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૫૫ (ખોખડદળ), ૪.સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૫૬ (ખોખડદળ-વડાલી), ૫.સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૫૭ (ખોખડદળ)
સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૩૯(બેડી)ની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી અપાઇ હતી. રૂડા વિસ્તારમાં રીંગ રોડ-૨ ફેઝ-૫ (અમદાવાદ હાઈવે થી મોરબી રોડ) સુધીના આશરે ૧૦ કી.મી. સેકશનના બાંધકામ માટે રૂ. ૧૮૬.૯૬ કરોડની ગ્રાન્ટ મળેલ છે જેની કામગીરી હાથ ધરવાની મંજૂરી આપવામાં આવેલ.
અમદાવાદ નેશનલ હાઇવે (કુવાડવા GIDC) થી કુવાડવા સરધાર રોડ (સ્ટેટ હાઇવે-૨૩) ના આશરે ૨.૪૩કી.મી. લંબાઈમાં આશરે રૂ.૧૬.૮૭ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ.
આંતરમાળખાકિય સુવિધા અંતર્ગત DTP ૭૭ (વાજડીગઢ)માં ડામર રસ્તા બનાવવાની કામગીરી માટે રકમ રૂ.૧૦.૦૯ કરોડનાખર્ચનેબહાલી આપવામાં આવેલ છે.
મહિકામાંડા ડુંગર વિસ્તારમાં સત્તામંડળ દ્વારા સરપંચશ્રી તથા ગ્રામજનો દ્વારા રસ્તો બનાવવા રજુઆતને ધ્યાને લઈ ૧.૬૦ કી.મી. લંબાઈમાં આશરે રૂ.૨.૪૨ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ.
રીંગરોડ-૨, ફેઝ-૩ (ગોંડલ રોડ ટુ ભાવનગર રોડ)ના આશરે ૧૦.૫૦ કી.મી. લંબાઈમાં આશરે રૂ.૧૫ કરોડના ખર્ચે રીસર્ફેસીંગની કામગીરી કરવામાં આવશે.
રૂડા વિસ્તારમાં SJMMSVY હેઠળ રૂ. ૩૧.૫૦ કરોડના ખર્ચે રોણકી DTP ૩૮/૨ અને રૂ. ૨૯.૦૩ કરોડના ખર્ચે કાંગશિયાળી ગામમાં-OG વિસ્તારમાં પાણી પુરવઠાની યોજના હાથ ધરવામાં આવશે. રૂડા વિસ્તારમાં આવતા ગામોમાં થતાં વિકાસને ધ્યાને લઈ ગામોમાં સ્ટ્રીટલાઈટની કામગીરી રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે.
આ બોર્ડ બેઠકમાં જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર, ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, રૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, કલેક્ટરના પ્રતિનિધિ તરીકે ડો.ચાંદની પરમાર, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા RMCના સીટી એન્જી. કે.કે. મહેતા હાજર રહેલ હતા.(૨.૨૫)
(2:57 PM IST)










