News of Tuesday, 23rd September 2025
સંપૂર્ણ પારીવારીક માહોલમાં જમાવટ લેતો ક્લબ યુવીનો રાસોત્સવઃ ધમાકેદાર પ્રારંભ
ક્લબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી ડ્રેસમાં મન મુકીને ઝુમતા ખૈલૈયાઓ : મૌલેશભાઈ ઉકાણીના હસ્તે માતાજીની આરતી દ્વારા નવરાત્રીનો પ્રારંભઃ નવરાત્રી ગ્રાઉન્ડની સજાવટ, માતાજીના ભવ્ય મંદિરના દર્શનથી અભિભુત ખલૈયાઓ દર્શકો મહેમાનો...

રાજકોટઃ શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા ઉમિયાધામ સિદસર પ્રેરીત સાંસ્કૃતીક કલબ યુવી દ્રારા નોખું અનોખું અને સવિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. શહેરમાં ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે પ્રધુમન પ્લોટમાં પ્રથમ નોરતે રંગબેરંગી કપડામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા.
કલબ યુવીની પરંપરા મુજબ હર વર્ષે રાસોત્સવના મેદાનમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું ભવ્ય મંદિર બનાવાય છે. જેમાં દરરોજ આરતી પૂજન-અર્ચન બાદ જ રાસોત્સવનો કરાય છે. કલબ યુવી દ્વારા આ વર્ષે દક્ષિણ ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીમાં ૮૦ ફુટના વિશાળ પટ્ટાંગણ માં જગત જનની મા ઉમિયાનું ભવ્યાતિભવ્ય મંદિર બનાવાયું છે. કલબ યુવીના પ્રથમ નોરતે કલબ યુવીના ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉમિયાધામના ટ્રસ્ટીઓ જીવનભાઈ ગોવાણી, નીતીનભાઈ પટેલ, ભૂપતભાઈ ભાયાણી, રમણીકભાઈ ભાલોડીયા, નાથાભાઈ કાલરીયા, કાંતીભાઈ ઘેટીયા, રમેશભાઈ રાણીપા, કૌશીકભાઈ રાબડીયા, પરસોતમભાઈ ફળદુ, જે.ડી. કાલરીયા, તથા સરોજબેન મારડીયા તથા ઉમાભવનની ટીમના હસ્તે માતાજીની આરતી કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા આપ ના પ્રદેશ મંત્રી ચેતનભાઈ કમાણી, શિવલાલભાઇ બારસીયા, રાહુલભાઇ ભુવા, મનોજ કનેરીયા, સંજયસિંહ વાઘેલા, તેજસ ગાજીપરા, પિયુષ ભંડેરી સહીતના ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી કલબ યુવીના મહેમાન બન્યા હતા.
કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે નવરાત્રીના પ્રારંભે ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. કલબ યુવીમાં દરરોજ કેટેગરી વાઈસ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપવામાં આવે છે. જેમાં કલબ યુવી માં પ્રથમ નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ રૂસિકા પનારા, ઘેટીયા ધારા ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ વ્રજ ગોલ, શુભમ ચિલ્ડ્રન પ્રિન્સેસ ભકિત વાછાણી, અશિતા ડેડાણીયા, ચિલ્ડ્રન પ્રિન્સ વાછાણી, નિશીત વિરોજા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ યુતી કાસુન્દ્રા, રીયા કાસુન્દ્રા, ટીવન્કલ ભાલોડી, વેલ ડ્રેસ પ્રિન્સ શાપરીયા દેવ, કાસુન્દ્રા કાવ્ય, કાથરોટીયા દેવ, પ્રિન્સેસ તરીકે પ્રિયંકા, આન્સી વાછાણી, ધાર્મી નંદાણીયા, પ્રિન્સ દલસાણીયા કિર્તન, ભૂત હેત, હિંગરાજીયા સાહીલ વિજેતા બન્યા હતા. કલબ યુવીના પ્રથમ નોરતે વિજેતા ખેલૈયાઓને બાન લેબના સોનલબેન તથા મૌલેશભાઈ ઉકાણી, ફીલ્ડમાર્શલ ગ્રુપના નીલાબેન તથા નીતીનભાઈ કણસાગરા, હાઇબોન્ડ ગ્રુપના નિશાબેન તથા રાજનભાઈ વડાલીયા, સનફોર્જ ગ્રુપના નિપાબેન તથા રાજુભાઈ કાલરીયા, બિલ્ડીંગની કલર ક્ષેત્રે આગવું નામ ધરાવતા એન.જે. પેન્ટર્સ ગ્રુપના હંસાબેન તથા નિલેષભાઈ ભેંસદડીયા, ઇશીતાબેન તથા ઉત્સવભાઈ ભેંસદડીયા, રેડ રેન ગ્રુપના વૈશાલીબેન તથા પ્રજ્ઞેશભાઈ રૈયાણી, વર્સીલ પંપ ગ્રુપના સંગીતાબેન તથા અરવિંદભાઈ બેડીયા, વીણાબેન તથા મનસુખભાઈ બેડીયા, રશ્મીબેન તથા શૈલેષભાઇ બેડીયા,ટેરાફલો પાઈપના નયનાબેન તથા પીયુષભાઈ રાણીપા, આર્યાબેન તથા શૈલેષભાઈ કલોલા, કલબ યુવીના કો. ડાયરેકટર કાંતીભાઈ ઘેટીયા તથા મધુબેન એ ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.
કલબ યુવી ના નવરાત્રી મહોત્સવમાં ચુનીદા કલાકારો નો કાફલો સિંગર તરીકે મયુર બુધ્ધદેવ, અક્ષિલ પટેલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા, કલબયુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું સામ્રાજય સજર્યુ હતુ. પારીવારિક માહોલમાં, નવી પરંપરાઓ, ભકિત સાથે સંસ્કૃતિનું માધ્યમ બન્યુ છે. કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો.કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ ૧૦૮ની ટીમ કાર્યરત હોવાનું જણાવાયું છે.
(3:47 PM IST)










