<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મનપા દ્વારા ધનતેરસે આતશબાજીઃ ૧ર૦૦ જેટલા ફટાકડાના ધુમધડાકા

આગામી ૧૮ ઓકટોબરે માધવરાવ સિંધીયા સ્‍ટેડીયમ ખાતે આયોજન : શહેરીજનો સતત ૧ કલાક ૧૮ પ્રકારના ફટાફડા માણી શકશેઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

 

રાજકોટ, તા.૨૪: મનપા દ્વારા સમગ્ર શહેરી જનો માટે દર વર્ષે રેસકોર્ષ ખાતે આતશબાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  જે અંતર્ગત આ વર્ષે પણ રેસકોર્ષ ખાતે તા.૧૮ ઓકટોબરને ધનતેરશના દિવસે આતશબાજીનું આયોજન કરવામાં આવ્‍યું છે. અત્‍યારના લેટેસ્‍ટ ૧૮ પ્રકારના  ૧૨૦૦થી વધુ ફટકડાની અવનવી વેરાઇટીનો નજારો એક કલાક જોવા મળશે.

મહાનગરપાલિકાના સાંસ્‍કળતિક વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ રેસકોર્ષ ખાતે આતશબાજી યોજવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જેના માટે ફટાકડાની ખરીદીનું ટેન્‍ડર આઇટમોના લીસ્‍ટ સાથે પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે. જે એજન્‍સી દ્વારા ટેન્‍ડરમાં દર્શાવેલ ફટકડાના ગેંરેટી સાથેના ઓછા ભાવ ભરવામાં આવશે તે એજન્‍સીને નિયમ અનુસાર કામ આપવામાં આવશે.

તેવી જ રીતે શરત મુજબ ૧૨૦૦થી વધુ આઇટમોનું અટકયા વગર ૧ કલાક પ્રદર્શન કરવાનું રહેશે. આગામી તા.૧૮ ઓકટોબરને ધનતેરશના દિવસે રેસકોર્ષના ક્રિકેટ સ્‍ટેડિયમમાં આતશબાજી યોજાશે.

આતશબાજીમાં થશે ધુમધડાકા

મનપા દ્વારા થતી આતશબાજીમાં આ વર્ષે નગરજનો કેક કોમેન્‍ટ, માઈન્‍સ, એરીયલ ઘોટ, ૨૪૦ મલ્‍ટીકલર એરીયલ શોટ, ૧૨૦ મલ્‍ટી કલર શોટ, ૧૦૦ શોટ - કેકલીંગ, ૧૦૦ શોટ - મ્‍યુઝીકલ, ૧૦૦ શોટ -સાઇરન, નાયગ્રા ફોલ્‍સ (૨૦૦ ફુટ), ઝાડ થી ઇન વન ખજૂરી, ઝાડ સુર્યમુખી, ઝાડ પામ, ઝાડ ગોલ્‍ડન સ્‍ટાર (ટ્રી ગોલ્‍ડન સ્‍ટાર), ઝાડ ઇલેકટ્રીક ખજૂરી, ઝાડ અશોકચક્ર (ટ્રી અશોક ચક્ર) તથા તારા મંડળ મોટા (બીગ સ્‍પાકલ્‍સ) ની મજા માણી શકશે.(૬.૧૬)

 

 

(3:11 PM IST)