<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મનપાના ડેપ્‍યુટી કમિશનરો પોતાના ઝોનમાં વધુ સમય ફાળવે : તુષાર સુમેરાની સુચના

હેડકવાર્ટરની જગ્‍યા કાર્યરત કરાઇ : નાયબ કમિશનરોને અલગ -અલગ વિભાગની જવાબદારી સોંપતા મ્‍યુનિ. કમિશનર

રાજકોટ, તા. ર૪ : રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ શહેરીજનોને પોતાના નિવાસ સ્‍થાનથી નજીકના સ્‍થળે મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની કામગીરી ઝોનવાઈઝ કાર્યરત કરવામાં આવેલ છે, હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમા કુલ-૦૩ ઝોન કાર્યરત છે અને ઝોનવાઇઝ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ફાળવેલ છે.

મહાનગરપાલિકાના ઝોનવાઇઝ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા ઝોનની વહીવટી/ટેકનિકલ અને ફીલ્‍ડની કામગીરી હાલ કરવામાં આવે છે. હાલ શહેરની જરૂરીયાત મુજબ ઝોનલ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ઝોન ખાતે જ વધુ સમય ફાળવે, ઝોન ખાતે જ નાગરિકોને સાંભળે, ફેરણી કરી શકે તેમજ યોગ્‍ય મોનિટરીંગ કરી શકે જેથી વહીવટી સુગમતા માટે નાયબ મ્‍યુનિસિપલ કમિશનર (હેડ ક્‍વાર્ટર)ની જગ્‍યા કાર્યરત કરવાનો આથી હુકમ કરવામાં આવે છે તેમજ ચારેય નાયબ મ્‍યુનિસિપલ કમિશનરઓને શાખાઓની ફાળવણી કરવાનો મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ હુકમ કરેલ છે. હાલ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર તરીકે ઈસ્‍ટ ઝોનમાં  મહેશ જાની (IAS), વેસ્‍ટ ઝોનમાં  ચેતન નંદાણી, સેન્‍ટ્રલ ઝોનમાં  હર્ષદ પટેલ ફરજ બજાવી રહ્યા છે. જયારે આજે તા.૨૩-૦૯-૨૦૨૫ના રોજ મ્‍યુનિસિપલ કમિશનરએ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી  સમીર ધડુકને સુપરત કરવા હુકમ કરેલ છે. 

    નાયબ મ્‍યુનિસિપલ કમિશનર(હેડ ક્‍વાર્ટર)

- ફાળવેલ શાખાઓનુ સમયાંતરે રીવ્‍યુ, ઓવરઓલ સુપરવિઝન, મોનિટરીંગ કરવાનું રહેશે.

-   ફાળવેલ શાખાઓની નિર્ણય અર્થેની ફાઇલો તેમજ સ્‍થાયિ સમિતિ, સામાન્‍ય સભા અને અન્‍ય સમિતિમા રજુ કરવાની થતી દરખાસ્‍તો અમો સમક્ષ રજુ કરવાની રહેશે.

-સરકાર દ્વારા માંગવામાં આવતી લોકાર્પણ/ખાતમુહૂર્તની વિગતો નિયત નમુના મુજબ અલગ-અલગ પત્રકમાં તૈયાર કરાવી, જે-તે શાખા/વિભાગ પાસેથી ખરાઇ કરાવી અમો સમક્ષ રજૂ કરવાની રહેશે.

- સરકાર તરફથી આવતી તમામ સુચનાઓ તેમજ માહિતી નું સંકલન, સુપરવિઝન તેમજ રિપોર્ટીગ, માન.સંસદસભ્‍ય/માન.ધારાસભ્‍ય/પદાધિકારીઓ/નગર સેવકો ના પ્ર‘ોનું સંકલન   

-     નાયબ મ્‍યુનિસિપલ કમિશનર(હેડ ક્‍વાર્ટર)ની બેઠક વ્‍યવસ્‍થા સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે રહેશે.

   ઝોનલ નાયબ મ્‍યુનિસિપલ કમિશનર

- ફાળવેલ શાખાઓનુ સમયાંતરે રીવ્‍યુ, ઓવરઓલ સુપરવિઝન, મોનિટરીંગ કરવાનું રહેશે.

-   ફાળવેલ શાખાઓની નિર્ણય અર્થેની ફાઇલો તેમજ સ્‍થાયિ સમિતિ, સામાન્‍ય સભા અને અન્‍ય સમિતિમા રજુ કરવાની થતી દરખાસ્‍તો અમો સમક્ષ રજુ કરવાની રહેશે

- ઝોનની બાંધકામ, વોટર વર્ક્‍સ, ડ્રેનેજ, સેનિટેશન, આરોગ્‍ય, દબાણ હટાવ, ટેક્‍સ તેમજ વોર્ડ ઓફીસરની તમામ કામગીરીનો રીવ્‍યુ અને સુપરવિઝન કરવાનું રહેશે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ સેવાઓ માટે ઝોનલ કક્ષાએ કરવાની થતી કામગીરી તથા તેનો રીવ્‍યુ અને સુપરવિઝન કરવાનું રહેશે. (ટેકનિકલ કામોની ફાઇલો સીટી એન્‍જીનીયરએ ઝોનલ નાયબ કમિશનર મારફત અમો સમક્ષ રજુ કરવાની રહેશે.)

-     મહાનગરપાલિકાની તમામ ઝોનલ કચેરીઓ(તાંત્રિક અને વહીવટી), મિલકતો જેમ કે, તાાનાગાર, બગીચા, ફાયર સ્‍ટેશન, આંગણવાડી, દવાખાના, પે એ યુઝ ટોઇલેટ, પ્રાથમિક તથા માધ્‍યમિક શાળાઓ વિગેરેના નિરીક્ષણ તેમજ રોજબરોજની વહીવટી બાબતો, ફરિયાદો વિગેરેનો નિકાલ સંબંધિત ઝોનલ નાયબ કમિશનરએ કરવાનો રહેશે.

(3:29 PM IST)