<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મીરાબાઈ ટાઉનશિપમાં બાળાઓ દ્વારા રાસ-ગરબાના સંગાથે માતાજીની આરાધના

 

રાજકોટઃ   શહેરના મવડી વિસ્‍તારમાં પાળ રોડ ઉપર આવેલ મીરાબાઈ ટાઉનશિપમાં બાળાઓ દ્વારા રાસ-ગરબાના સંગાથે માતાજીની આરાધના કરવામાં આવી રહી છે દરરોજ અલગ અલગ રાસની રજૂઆત કરવામાં આવે છે જેમાં લતાવાસીઓ રાસ ગરબા નિહાળવા ઉમટે છે. દર વર્ષે નવરાત્રીની પ્રાચીન પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે. બાળાઓને રાસ ગરબાની તાલીમ સોસાયટીના બહેનો દ્વારા આપવામાં આવે છે. દરરોજ દિવડા રાસ,તાલી રાસ, ટિપ્‍પણી રાસ રજૂ કરવામાં આવે છે. સમગ્ર વ્‍યવસ્‍થા મહિલા ટીમ દ્વારા કરવામાં આવી છે મીરાબાઈ ટાઉનશીપના સૌ પરિવારજનો તેમાં સહયોગ આપી રહ્યા છે.

(3:30 PM IST)