<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સહિયરમાં આરતી સાથે ગરબાનો આનંદ માણતા ખેલૈયાઓ

રાજકોટઃ  સહિયર કલબ દ્વારા આયોજીત સહિયર રાસોત્‍સવમાં બીજા નોરતે માં ની આરતીથી રાસઉત્‍સવ શરૂ થયા. ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાના નિમંત્રણથી રાજકોટ મહાનગરપાલિકાના તુષાર સુમેરા, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ  કમલેશભાઈ મિરાણી પરિવાર સાથે રાસોત્‍સવ માણ્‍યો હતો.

પ્રથમ દોરમા ગરબાની મોજ અપેક્ષા પંડયાના સુરથી તથા બીજા સુરમા રાહુલ મહેતાએ ખેલૈયાને મનગમતા રાસ રમાડયા હતા.

 ટિમલી, છલીડો, ઉતર ગુજરાત પેટર્ન પર બંને ગાયકોએ રંગ જમાવ્‍યો. રાત્રે ફાઈનલ દોર પહેલા ૨૫માં વર્ષની ઉજવણી કરતા આયોજકો શ્રી સુરેન્‍દ્રસિંહ વાળા, ક્રિષ્‍નાપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્‍ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, જયદીપ રેણુકા, વિજયસિંહ ઝાલા, પ્રકાશભાઈ કણસાગરા, સમ્રાટ ઉદેશી, ધૈર્ય પારેખ, કૃણાલભાઈ મણિયાર, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, રાજવિરસિંહ ઝાલા, કરણભાઈ આડતીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, અભિષેકભાઈ અઢીયા, પ્રતિકભાઈ જટાણીયા,  હિરેન ચંદારાણા, ધવલભાઈ નથવાણી, દીપકસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, આકાશભાઈ કાથરાણી, યુવરાજસિંહ ચુડાસમા, અભિષેકભાઈ શુકલ, નિરવભાઈ પોપટ, રવિભાઈ આડેસરા, ભરતભાઈ વ્‍યાસ, રૂપેશભાઈ દતાણી, નરેન્‍દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા, ધર્મેશભાઈ રામાણી, વજુભાઈ ઠુંમર, ધી જતીન આડેસરા, શૈલેષભાઈ ખખ્‍ખર, એહમદ સાંઘ, ડો. ઈન્‍દ્રવિજયસિંહ રાણા, મીત વેડીયા, નિલેશભાઈ તુરખિયા, નિલેશભાઈ ચિત્રોડા, અનીશભાઈ સોની,  મનસુખભાઈ ડોડીયા, સુનિલભાઈ પટેલ, શૈલેષભાઈ પંડયા સહિત તમામ આયોજકોએમાંની આરતી કરી હતી. મંચ પર માતાજીની સ્‍થાપના કરી વૈદિક પરંપરા મુજબથી દીવા કરી માં ની આરતીમાં હજારો ખેલૈયાઓ મોબાઈલથી ફલેશ લાઈટ કરી જોડાયા હતા. મહા આરતી તેજસ શિશાંગિયા, રાહુલ મહેતા તથા અપેક્ષા પંડયા એ ભાવથી સ્‍વરમાં રજૂ કરી હતી.

 ત્‍યારબાદ હિતેષ ઢાંકેચા, દર્શન ઢાંકેચા તથા ઢાંકેચા બ્રધર્સ, જીલ એન્‍ટરટેનમેન્‍ટના સથવારે રાજકોટના રાજા ભગવાન રામનાથ મહાદેવની આરતી વગાડીને શ્રાવણ મહિના જેવુ વાતાવરણ ઉભુ કર્યુ હતું.

બીજા નોરતે વિજેતાના પ્રિન્‍સ  પ્રિન્‍સેસ સિનિયરઃ- (૧) જશ્‍મિન પાંભર- પલ રાદડિયા, (૨) કેશવ ધોરાજીયા- હાર્દિ અંબાસણા, (૩) પાર્થ વાઢેર-હિરલ સાપરા,, (૪) કુલદીપ ઝરિયા- મૈત્રી પટોરિયા  વેલડ્રેસઃ(૧) આયુષ મંડલિક, (૨) વંદના સેરરિયા, (૩) હસમુખ સોરાણી જુનિયરઃ (૧) રોનક પરમાર-પુર્ણીમા ટાંક, (૨) મિથિલ સોલંકી- રૂહિ હરિયાણી, (૩) કરિતેજ મિયાત્રા-પશ્રી પટોળિયા વિજેતાઓને સહિયરના ચેરમેન  સુરેન્‍દ્રસિંહ વાળા, ક્રિષ્‍નાપાલસિંહ વાળા, યુવરાજસિંહ વાળા, પ્રકાશભાઈ કણસાગરા, પિયુષભાઈ રૈયાણી, આશિષ પંડયા, છત્રપાલસિંહ વાળા, અર્જુનસિંહ વાળા, વેદાંતસિંહ વાળા, યક્ષદિપસિંહ વાળા, સહિયરના ફોટોગ્રાફર સંદિપ આશિયાણી અનિષ કુરેશી, ભરતભાઈ સાટકીયા, હાર્દિકસિંહ ઝાલા, જયદીપ પૂજારા, મોહિત તલસાણિયા, પોલીસ કર્મી નિલેશભાઈ વઘાસિયા, ટિકિટ બારીના સંયોજક ભગીરથસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજાના હસ્‍તે આપવામાં આવ્‍યા હતા.

(3:49 PM IST)