News of Thursday, 25th September 2025
‘અકિલા' રઘુવંશી બીટ્સને સંગ... જામીયો નોરતાનો રંગ... ખેલૈયાઓની ભરચક મોજ
છલડો, ડાકલા,ભાંગડા અને ટીટોડાના તાલે યુવાધન હિલોડે ચળ્યું : સ્થળ પરથી પણ ડેઈલી પાસની વ્યવસ્થા

રાજકોટઃ અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ'' માં ત્રીજા નોરતે અત્યંત રસાકસીભરી તંદુરસ્ત હરીફાઈ બાદ ગ્રુપએ માં પ્રિન્સ તરીકે નિશીત કાનાબાર, દર્શિત સોલંકી, મીતાર્થ મદલાણી તથા પ્રિન્સેસ તરીકે કાવ્યા રૂપારેલીયા, જીયા કોટેચા, હેલી પરમાર વિજેતા બન્યા હતાં. તથા વેલડ્રેસ તરીકે ખુશી મજેઠીયા તથા ગ્રુપ બી માં પ્રિન્સ તરીકે હાર્દિક સેજપાલ, કરણ ધોળકિયા, કલ્પેશ કોટક તથા પ્રિન્સેસ તરીકે યેશા પલાણ, હેના વિઠ્ઠલાણી, શીતલ બામણીયા વિજેતા બન્યા છે તથા વેલડ્રેસમાં રવિ સોંદરવા તથા સીગ્રુપ માં પ્રિન્સ તરીકે ચંદ્રેશભાઈ પંડિત તથા પ્રિન્સેસ તરીકે મેઘલબેન કાનાબાર, ખુશીબેન સચદેવ, દિપ્તીબેન વસાણી વિજેતા બન્યા હતાં.
હેલો મારો સાંભળો રણુજાના રાય માં તારો ગરબો ઝાકમઝોળ માંડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે, માંડી તારા અઘોર નગારા વાગે, આંબલીયાની ડાળે કોયલ મીઠું મીઠું બોલે રેના અર્વાચીન ગરબાઓની રમઝટ જામી હતી. સજજડ પાર્કીંગ વ્યવસ્થા કરાઈ છે. સ્થળ પરથી પણ ડેઈલી પાસની વ્યવસ્થા રાખવામાં આવી છે.
ત્રીજા નોરતે અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવના માનવંતા મહેમાનો રાકેશભાઈ પોપટ, મનીષભાઈ પોપટ, ધારાબેન પોપટ, ભાવિનભાઈ શેઠ, હીનાબેન સૂચક, મીનાબેન રૂપારેલીયા, કોમલબેન રૂપારેલીયા, તારકભાઈ સેતા, ઈશાબેન સેતા, પ્રકાશભાઈ ગઢિયા, પ્રજ્ઞાબેન ગઢિયા, કલ્પેશભાઈ કોટક, વિભાબેન કોટક, પુજાબેન રૂપારેલીયા, રીશીતાબેન વિઠ્ઠલાણી, રીનાબેન કકકડ, જાન્વીબેન પોપટ સહિતના મહેમાનો ઉપસ્થિત રહયાં હતાં.
શ્રી રઘુકુળ યુવા ગ્રુપના આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ નથવાણી, પારસભાઈ ઉનડકટ, નૈનેશભાઈ દાવડા, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, વિવેકભાઈ રૂપારેલીયા, સાગરભાઈ કકકડ, હાર્દિકભાઈ ચોલેરા, માલવભાઈ વસાણી, પ્રતિકભાઈ ખખ્ખર તથા ઉત્સાહી અને સાથી ટીમ ખૈલૈયાઓને દરરોજ નવી થીમ પર ગરબે ઘુમવા મજબુર કરી રહ્યાં છે.
સલાહકાર સમિતીના સભ્યો રમણીકભાઈ દાવડા, લલીતભાઈ બુધ્ધદેવ, વિજયભાઈ કકકડ, જગદીશભાઈ બલદેવ, રાજુભાઈ સાયાણી, રવીભાઈ કકકડ, કલ્પેશભાઈ કોટક સહિતના રાસોત્સવમાં જરૂરી માર્ગદર્શન પુરું પાડી રહયાં છે. યુવા કમિટીના નિરવભાઈ રૂપારેલીયા, નિશાદભાઈ સૂચક, ધર્મેન્દ્રભાઈ કારીયા, કિશનભાઈ પોપટ, ચિંતનભાઈ વિઠ્ઠલાણી, જયભાઈ દેવાણી, પારસભાઈ કુંડલીયા, વિનીતભાઈ સોમૈયા, શુભમભાઈ કતીરા, પાર્થભાઈ સચદે, પ્રિયાંતભાઈ, સંદીપભાઈ ગંદા, સાર્થકભાઈ ગણાત્રા, કિશનભાઈ ચોલેરા, તુષારભાઈ વિઠ્ઠલાણી, તુષારભાઈ રૂપારેલીયા, ધવલભાઈ પોપટ, હિરેનભાઈ અનડકટ, સિધ્ધાથભાઈ રૂપારેલીયા, નિરવભાઈ કકકડ, રાજુભાઈ નાગરેચા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. પાસ તેમજ વિશેષ માહિતી માટે મો. ૯૫૭૪૩૩૯૩૩૯, મો. ૮૭૫૮૫૮૫૮૪૮, મો. ૯૩૨૭૭૦૬૭૦૭ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(૩૮.૩૨)
(3:50 PM IST)










