News of Thursday, 25th September 2025
સ્વાતંત્ર્ય સેનાની પરિવારના શ્રીમતી કિરણબેન વિઠ્ઠલાણીના કંઠે ગવાયેલ ગરબો ‘દિવડા જગમગ થાય' યુ-ટયુબ પર લોન્ચ

રાજકોટ તા. ૨૫ : શક્તિ ઉપાસનાના પર્વ નવરાત્રી દરમિયાન ચોથા નોરતે સીંગર અને સ્વાતંત્ર્ય સેનાની પરિવારના દીકરી શ્રીમતી કિરણ વિઠ્ઠલાણીના અવાજમાં રેકોર્ડ થયેલ માતાજીનો ગરબો ‘દિવડા જગમગ થાય' લોન્ચ કરવામાં આવ્યો હતો.
વિઠ્ઠલાણી પ્રોડકશન હાઉસ દ્વારા શ્રીમતી કિરણબેન વિઠ્ઠલાણીના સુમધુર કંઠે સંગીત સભર ગરબો, આરતી ઘર ઘર ગરબીમાં ગાય શકાય તેવા હેતુથી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેનું રેકોર્ડીંગ રૂદ્રાક્ષ સ્ટુડીયો દ્વારા કરવામાં આવ્યુ છે. મ્યુઝિક શૈલેષ પંડયાનું અને મીક્ષીંગ માસ્ટરીંગ હાર્દીક મહેતા દ્વારા કરાયુ છે. પ્રોડયુસર અશ્વિનભાઇ વિઠ્ઠલાણી છે. જયારે ગીતના શબ્દો શ્રીમતી કિરણબેન વિઠ્ઠલાણીએ પોતેજ લખ્યા છે.
આ ગીત રચના નવરાત્રી દરમિયાન વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મોનીટીરીંગ અને વિડીયો એડીટીંગ નંદનભાઇ દ્વારા કરવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયામાં પ્રચાર વ્યવસ્થા શ્રીમતી હીરલ અને ડો. ગોપાલ સંભાળી રહ્યા છે.
એઆઇ જનરેટીવ આર્ટસ અને વીએફએકસ વિડીયો ભવ્ય પટેલ દ્વારા એચડી વર્જનમાં બનાવાયો છે. સર્વે શ્રધ્ધાળુઓને યુ-ટયુબમાં આરતી ગરબા સાંભળવાનો આનંદ લુંટવા અનુરોધ કરાયો છે.
સીંગર/લીરીકસ શ્રીમતી કિરણબેન વિઠ્ઠલાણી, પ્રોડયુસર અશ્વિનકુમાર વિઠ્ઠલાણી, પ્રેઝન્ટ બાય વિઠ્ઠલાણી પ્રોડકશન હાઉસ, હિરલબેન ગોપાલભાઇ વિઠ્ઠલાણી, ડો. ગોપાલભાઇ વિઠ્ઠલાણી, નંદનભાઇ વિઠ્ઠલાણી. શ્રીમતી કિરણબેન વિઠ્ઠલાણી (મો.૯૬૩૮૨ ૯૬૧૯૫) ના કંઠે ગવાયેલ આ ગરબો ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા હસ્તે ચોથા નોરતે યુ-ટયુબ પર સમર્પિત કરવામાં આવેલ તે સમયની તસ્વીર અહીં નિહાળી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:52 PM IST)










