<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

બી.ટી. સવાણી કીડની હોસ્‍પીટલમાં રોબોટીક સર્જીકલ ટેકનોલોજીનો શુભારંભ

કીડનીના રોગ દર્દીઓ માટે આર્શિવાદરૂપ હોસ્‍પીટલનું નવુ સાહસ ; તા.૨૮ના રવીવારે ઉદઘાટનઃ રોબોટીક સર્જરી દ્વારા જટીલ યુરોલોજીકલ - કીડનીના ઓપરેશનમાં વધુ સચોટતા અને ઝડપી રીકવરી શકય બનશેઃ શરીરમાં મોટા કાપાને બદલે નાના છીદ્રો દ્વારા ઓપરેશન સફળ થઇ શકશે

રાજકોટઃ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.વિવેકભાઇ જોષી, ડો.વિશાલ ભટ્ટ, ચીફ એડમીનીસ્‍ટ્રેટર રશ્‍મીન ગોર, દિપેશ વિશ્વકર્મા, અકિલાના ઉદય વેગડા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા.૨૬: રાજકોટ શહેરની બી.ટી. સવાણી કિડની હોસ્‍પીટલમાં આજે નાના અને મધ્‍યમ વર્ગના દર્દીઓ માટે આશિર્વાદ સમાન છે. જયારે હવે બી.ટી. સવાણી કિડની હોસ્‍પીટલમાં દર્દીઓના ઓપરેશન માટે રોબોટીક સર્જીકલ ટેકનોલોજીનો શુભારંભ થઇ રહયો છે.

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ વિસ્‍તારની ખ્‍યાતનામ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ, ગુણવત્તા માટે એન.એ.બી.એચ. ની માન્‍યતા ધરાવતી સુપર-સ્‍પેશ્‍યાલિટી કિડની હોસ્‍પિટલ છે, જ્‍યાં કીડનીને લગતા તમામ પ્રકારના રોગની એક છત્ર નીચે સારવાર ઉપલબ્‍ધ છે.

બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.વિવેકભાઇ જોષીએ જણાવ્‍યું હતું કે, બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલએ દર્દી સંભાળમાં અગ્રેસર રહી, હરહંમેશ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક આધુનિક સારવાર પૂરી પાડી રહી છે. દર્દીઓને સર્જીકલ સારવાર વધુ સચોટ અને સુરક્ષિત બને તે માટે અદ્યતન રોબોટિક સર્જિકલ ટેકનોલોજી નું ઉદ્ધાટન રવિવાર તા. ૨૮ ના  કરવામાં આવશે. જેથી યુરોલોજીની સારવાર માટે નવીનતમ અભિગમ આવશે. રોબોટિક સર્જરી દ્વારા જટિલ યુરોલોજીકલ તથા કિડની સંબંધિત ઓપરેશનો વધુ સચોટતા, ઝડપી રીકવરી અને ઓછા હોસ્‍પિટલ રોકાણ સાથે શકય બનશે.

બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.વિવેકભાઇ જોષીએ જણાવ્‍યું હતું કે, રોબોટિક સર્જરી એ તબીબી ક્ષેત્રે એક ક્રાંતિકારી ટેકનોલોજી છે, જે સર્જિકલ પ્રક્રિયાઓને વધુ ચોક્કસ, સલામત અને દર્દી માટે ઓછી પીડાદાયક બનાવે છે. આ ટેકનોલોજી વિશેની કેટલીક સામાન્‍ય ગેરમાન્‍યતાઓને દૂર કરી તેની સાચી કાર્યપ્રણાલી અને ફાયદાઓને સમજવા જરૂરી છે.

સૌથી મહત્‍વની સ્‍પષ્ટતા એ છે કે રોબોટિક સર્જરી કોઈ રોબોટ દ્વારા કરવામાં આવતી નથી. આ સર્જરીનું સંપૂર્ણ નિયંત્રણ અને સંચાલન એક ઉચ્‍ચ-તાલીમબદ્ધ અને અનુભવી સર્જનના હાથમાં જ હોય છે. સર્જન એક અત્‍યાધુનિક કન્‍સોલ (નિયંત્રણ કેન્‍દ્ર) પર બેસીને સર્જરીની પ્રક્રિયાનું સંચાલન કરે છે. આ કન્‍સોલ પર તેઓ ઓપરેશનના ક્ષેત્રની ઉચ્‍ચ-રીઝોલ્‍યુશન (ણ્‍શત્ર્િં-ય્‍ફૂતંશ્રયદ્દશંઁ) અને ૩ઝ વિડીયો જુએ છે. રોબોટિક મશીન સર્જનના હાથની ગતિને અનુસરીને અત્‍યંત ચોકસાઈપૂર્વક કાર્ય કરે છે. વાસ્‍તવમાં આ રોબોટિક હાથ સર્જનની કુશળતાને વધુ સુદૃઢ બનાવતું એક અત્‍યાધુનિક સાધન છે.

બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.વિવેકભાઇ જોષીએ જણાવ્‍યું હતું કે, રોબોટિક સર્જરી એ ‘‘મિનિમલી ઇન્‍વેસિવ'' (પ્‍શઁશર્ળીશ્રશ્રક્ક ત્‍ઁરર્ુીતશરુફૂ) સર્જરીનો એક પ્રકાર છે, જેનો અર્થ છે કે તેમાં પરંપરાગત સર્જરીની જેમ શરીર પર મોટો કાપો મૂકવાની જરૂર પડતી નથી. આ પ્રક્રિયામાં, શરીર પર અત્‍યંત નાના-નાના છિદ્રો પાડીને રોબોટિક હાથ પર લાગેલા સૂક્ષ્મ સર્જિકલ સાધનો અને ૩ઝ કેમેરાને શરીરની અંદર દાખલ કરવામાં આવે છે. આનાથી સર્જન શરીરના અંદરના અવયવોને સ્‍પષ્ટપણે જોઈ શકે છે અને માનવ હાથ કરતાં પણ વધુ સ્‍થિરતા અને ચોકસાઈથી જટિલ ઓપરેશન પાર પાડી શકે છે. આ ટેકનોલોજીથી શરીરના આંતરિક ભાગોને ઓછામાં ઓછું નુકસાન પહોંચે છે. પરંપરાગત ઓપન સર્જરીની તુલનામાં રોબોટિક સર્જરી દર્દીઓ માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ છે અને નાના કાપાને કારણે ઓપરેશન પછી દર્દીને ખૂબ જ ઓછી પીડા સહન કરવી પડે છે. તેમજ દર્દી ખૂબ ઝડપથી સ્‍વસ્‍થ થઈ જાય છે અને પોતાની રોજિંદી પ્રવળત્તિઓ ફરી શરૂ કરી શકે છે. અને સર્જરી દરમિયાન અત્‍યંત ચોકસાઈ રહેતી હોવાથી લોહીનો બગાડ નહિવત્‌ થાય છે. તેમજ નાના કાપાને કારણે ચેપ (ઈન્‍ફેક્‍શન) લાગવાની શકયતા ખૂબ જ ઘટી જાય છે. અને ઝડપી રિકવરીના કારણે દર્દીને હોસ્‍પિટલમાં લાંબો સમય રહેવાની જરૂર પડતી નથી.

 યુરોલોજી ક્ષેત્રે પ્રોસ્‍ટેટનાં કેન્‍સર, કિડની તથા મૂત્રાશયના કેન્‍સરની મોટી અને જોખમી સર્જરી, સર્જીકલ રોબોટિક સીસ્‍ટમ દ્વારા અત્‍યંત સરળતાથી અને ચોક્કસાઈ પૂર્વક કરી શકાય છે.

આ વિષય દર્દીઓને આ આધુનિક સુવિધાનો લાભ દાતાશ્રીઓની સહાયથી તેમને પોષાય શકે તેવા દરે આપવાનું આયોજન બી.ટી.સવાણી કિડની હોસ્‍પિટલ દ્વારા કરવામાં આવેલ છે. સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના અનેક આ પ્રકારના દર્દીઓ માટે તે આશિર્વાદરૂપ સાબિત થશે. હાલમાં આ સુવિધા રાજકોટ ખાતે મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્‍ધ હોઈ ઘણા સક્ષમ દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવું પડતું હોય છે. આથી આવા દર્દીઓની જરૂરીયાત ધ્‍યાનમાં લઇ એક ઉચ્‍ચ સુવિધાયુક્‍ત અલાયદા સ્‍પેશ્‍યલ અને ડીલક્ષ રૂમ પણ તૈયાર કરી વિશેષ સુવિધા પ્રદાન કરવાનો પણ પ્રયત્‍ન કરેલ છે. 

(3:53 PM IST)