<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

ચૌધરી હાઇસ્‍કુલના મેદાનમાં રોજગાર ભરતી મેળો ૧૬ કંપનીઓ દ્વારા ૭૦૦ ઉમેદવારોના ઇન્‍ટરવ્‍યુ લેવાયા

રાા વર્ષમાં રાજકોટમાં ૧૭૭ રોજગાર મેળામાં ૮૦ હજારથી વધુ લોકોને નોકરીઓ મળી

રાજકોટ, તા., ૨૬ : સાંસદશ્રી રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્‍થિતિમાં તથા ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહની અધ્‍યક્ષતામાં રોજગાર ભરતી મેળો યોજાયો હતો. રોજગાર કચેરી દ્વારા ચૌધરી હાઈસ્‍કુલ સ્‍થિત એમ.જે. કુંડલિયા કોમર્સ કોલેજ ખાતે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ તકે, ધારાસભ્‍ય શ્રી દર્શિતાબેન શાહે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્‍યું હતું, દીકરીઓ સક્ષમ, સમર્થ અને આત્‍મનિર્ભર બને તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના હર હાથ કો કામ  ના સુત્રને સાર્થક કરવાના ઉદેશ્‍યથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં છેલ્લા અઢી વર્ષમાં ૧૭૭થી વધુ રોજગાર મેળાઓમાં ૮૦ હજારથી વધુ ઉમેદવારોને સારા પગાર ધોરણથી નોકરી મળી છે. ઉલ્લેખનીય છે કે, આ ભરતી મેળામાં એક્‍સપોર્ટ સેલ્‍સ એક્‍ઝીકયુટીવ, એકાઉન્‍ટ મેનેજર, એચ. આર. મેનેજર, વિડીયો એડિટર, ઈમિટેશન, રિપોર્ટર, કેમેરા જર્નાલીસ્‍ટ સહિતની ૪૦૦ જગ્‍યાઓ માટે વિવિધ ૧૬ ખાનગી કંપનીઓ હાજર રહી હતી. જેમાં આશરે ૭૦૦ ઉમેદવારોએ નોંધણી કરાવી અને ઇન્‍ટરવ્‍યુ સહિતની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્‍સિપાલ અર્જુનસિંહ રાણા દ્વારા શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યું અને કાર્યક્રમની આભારવિધિ રોજગાર કચેરીના  ચેતનાબેન મારડિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જ્‍યોતીન્‍દ્રભાઈ જાનીએ કર્યું હતું.  આ તકે ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, અગ્રણીઓ  માધવભાઈ દવે અને મનીષભાઈ રાડિયા, કોલેજ સ્‍ટાફગણ અમિતભાઈ જોશી સહિત પ્રોફેસરો અને બહોળી સંખ્‍યામાં ઉમેદવારો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(2:47 PM IST)