News of Friday, 26th September 2025
દાંતની સારવારમાં અતિ આધુનિક ટેકનોલોજીનો પર્યાય બનેલા એસીપી ડેન્ટલ કેરની નવી અદ્યતન હોસ્પીટલનો કાલથી પ્રારંભ
ડો. આશીષ છજલાની અને ડો. ચાર્મી પાડલીયા છજલાનીએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ પાંચ વર્ષની સફળતાની ગાથા વર્ણવી પાઠવ્યું ભાવભર્યુ નિમંત્રણ

આધુનિક ટેકનોલોજી અને એઆઇના જમાનામાં માનવીય અંગોમાના મહત્વના ગણાતા દાંતની સારવારમાં છેલ્લા પાંચ વર્ષથી અલગ કેડી કંડારનાર એસીપી ડેન્ટલ કેરનો આવતી કાલથી તેની નવી અત્યાધુનિક હોસ્પીટલમાં પ્રારંભ થવા જઇ રહયો છે. જેનું ભાવભર્યુ નિમંૅત્રણ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાને ડો. આશીષ છજલાની જૈન અને તેમના ઉજ્જૈન સ્થીત પિતા, તેમના મિત્રો રાજુભાઇ અને અજયસિંહ વાઘેલા સાથે પાઠવ્યું ત્યારની તસ્વીરમાં અકિલાના સીનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા પણ નજરે પડે છે.(ફોટોઃ સંદિપ બગથરિયા)
રાજકોટ, તા. ર૬: છેલ્લા પાંચ વર્ષથી દાંતની સારવાર માટે દર્દીઓમાં માનીતુ બનેલુ એસીપી ડેન્ટલ કેર (૧પ૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ નજીક) ડેન્ટલ કેર આવતી કાલથી તેની અત્યાધુનિક હોસ્પીટલ જલારામ પ્લોટ-ર, શેરી નં. ર, એસબીઆઇ બેન્કની બાજુમાં, યુનીવર્સીટી રોડ રાજકોટ ખાતે શરૂ કરવા જઇ રહી છે. ડો. આશીષ છજલાની જૈન અને ડો. ચાર્મી પાડલિયા છજલાનીએ તેમની પાંચ વર્ષની સફર ની માહિતી અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવી આવતી કાલે યોજાનાર ઉદઘાટન સમારંભ માટે સ્નેહભર્યુ નિમંત્રણ પાઠવી આર્શીવાદ મેળવ્યા હતા.
ડો. આશીષ છજલાની જૈનએ કિરીટભાઇ સમક્ષ માહીતી વર્ણવતા જણાવ્યુ હતુ કે અમારી હોસ્પીટલ અત્યાધુનિક આટીફિસીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ) ટેકનોલોજીથી સજજ દુનિયાના ઉત્તમ ઉપકરણો અને મશીનોથી સજજ છે. દર્દીઓને દર્દ વગરની પરીણામ લક્ષી સારવાર આપવાનું અમારૂ ધ્યેય છે. આધુનિક ટેકનોલોજીના ઉપકરણો જેવા કે ડિપ્લોમેટ-૬૦૦ ડેન્ટલ ચેર ભારતમાં પહેલીવાર આ હોસ્પીટલ ખાતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. એસીટોન ૩-ડી સીબીસીટી સેન્ટલાઇઝ ઓકસીજન સીસ્ટમ સાથેનો ડેન્ટલ સર્જરી રૂમ, નાઇટ્રસ ઓકસાઇડ સેડેસન યુનિટ (નાના બાળકોની સારવાર માટે), સેન્ટ્રલાઇઝ આરઓ સીસ્ટમ, દાંતના કવર ચડાવવા માટે માપ લેવા માટેનું સ્કેનર, દર્દ વગરની સારવાર માટે ડેન્ટલ વાઇબ ઇન્જેકશન સીસ્ટમ, રૂટ કેનાલ માટે આધુનિક દુરબીન જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉપકરણોથી નવી હોસ્પીટલને સજજ કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટની જનતાએ આપેલા સહકારનો તેમને ઉત્તમમાં ઉત્તમ સારવાર આવતા દિવસોમાં આપી બદલો વાળવા માટે એસીપી ડેન્ટલ કેર હોસ્પીટલ તત્પર છે અને રહેશે તેવો કોલ ડો. છજલાનીએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વ્યકત કર્યો હતો.
(2:49 PM IST)










