<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

લાખાજીરાજ રોડ ઉપર વેપારીઓ- વીજીલન્‍સ વચ્‍ચે તડાફડીઃ વેપારીઓમાં તડા

વીજીલન્‍સે દુકાન પાસેની ફુટપાથ પરથી માલ-સામાન ઉપાડતા વેપારીઓ વચ્‍ચે અંદરો- અંદર જામી પડીઃ આંદોલન પડતું મુકાયુ

 

 

રાજકોટ તા.૨૬: શહેરના મુખ્‍ય બજાર લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ, ઘી કાંટા રોડ, દીવાનપરા રોડ સહિતના વિસ્‍તારોમાં દુકાન અને શો રૂમ આગળ  ફુટપાથ ઉપર ફરી ફેરીયાના દબાણો હટાવવાની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવતા મ્‍યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરતા વિજિલન્‍સનો કાફલો લાખાજીરાજ રોડ પર દોડી ગયો હતો અને વેપારીઓના પૂતળા અને ફૂટપાથ પર રાખેલો અને ફેરીયાનો માલ- સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વેપારીઓ અને વિજિલન્‍સના સ્‍ટાફ વચ્‍ચે ચકમક ઝરી હતી.

લાખાજીરોડ ઉપર  વર્ષોથી દુકાનોની આગળ પાથરણાવાળાઓ બેસતા તથા ફુટપાથ પર માલ- સામાનની ફરીયાદ  વેપારીઓએ આ મુદ્દે અનેક વખત મ્‍યુ.કમિશનરને રજૂઆત કરી હતી. અને એક સમયે ધારાસભ્‍યોએ પણ આ મુદ્દે મધ્‍યસ્‍થિ બની પાથરણાવાળાઓને અલગ જગ્‍યા ફાળવવામાં આવી હતી. પરંતુ રોડ ઉપર ધંધો કરવા ટેવાએલા પાથરણાવાળાઓએ ફરી તહેવાર ટાણે રોડ ઉપર ઉભા રહેતા.અલગ અલગ વેપારી એસોસીએશન દ્વારા આ મુદે ફરી રજુઆત કરવામાં આવતા સાંજના સમયે જગ્‍યા રોકાણની ટીમ લાખાજીરાજ રોડ પર ત્રાટકી હતી. અને પાથરણાવાળાઓની સાથોસાથ દુકાનદારોનો સામાન પર જપ્ત કરવામાં આવ્‍યો હતો.

મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા વિજિલન્‍સ બંદોબસ્‍ત સાથે દબાણ હટાવ કરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે આ કાર્યવાહીને કારણે ફેરિયાઓની સાથે જ વેપારીઓ દ્વારા પણ કરાયેલું દબાણ જપ્ત કરી લેવામાં આવતાં અંદરોઅંદર તડા પડયા હતા અને સાંજે વેપારીઓ તેમજ ફેરિયાનું ટોળું લાખાજીરાજ માર્કેટ એસો.ના હોદ્દેદારની દુકાનમાં ઘૂસી જઈ ધમાલ મચાવતાં અફડાતફડી મચી જવા પામી હતી.

આ માથાકૂટ બાદ વેપારીઓનું એક ટોળું આંદોલન ચલાવતા રાજકોટ હોલસેલ મર્ચન્‍ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ અનડકટની દુકાને દોડી ગયા હતા અને તેમને આ તમારા કારણે થયું છે તેવો આક્ષેપ કરી હવે મનપામાં રજૂઆત કરતાં નહીં તેવી લેખિત બાંહેધરી લીધી હતી.(૨.૨૪)

(3:03 PM IST)