News of Saturday, 27th September 2025
વડાળી ગામે શ્રી વિહોત માતાજી મંદિરે સોમવારે હવન
બીડુ બપોરે ૧:૩૦ વાગે હોમાશે, મહાપ્રસાદનું પણ આયોજનઃ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર વડાળી (વાયા ત્રંબા) ગામે આવેલ વર્ષો પુરાણા સુવિખ્યાત શ્રી વિહોત માતાજીના મંદિરે દરેક જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લ્યે છે

રાજકોટઃ આજે છઠ્ઠું નોરતું છે. ભાવિકો માતાજીની આરાધના કરી રહ્યા છે. ભકિતમાં લીન બન્યા છે. ત્યારે રાજકોટથી ૩૫ થી ૪૦ કિ.મી. દૂર આવેલ સુવિખ્યાત એવા શ્રી વિહોત માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના હવનનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર વડાળી ગામે (વાયા ત્રંબા) ડુંગર ઉપર બિરાજતા દાયકાઓ પુરાણા શ્રી વિહોત માતાજીના મંદિરે દરેક જ્ઞાતિના લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે નવરાત્રીમાં તો માઇભકતોની ભારે ભીડ જોવા મળે છે. માઇભકતો માતાજીને હાર, શ્રીફળ, ચૂંદડી અર્પણ કરી આરાધના કરે છે.
મંદિરના પૂજારી શ્રી કાંતિભાઇ (મો. ૯૯૧૩૧૩૧૭૨૮) જણાવે છે કે આગામી તા.૨૯ના સોમવારે આઠમના દર વર્ષની જેમ આ વર્ષે પણ હવનનું આયોજન કરવામાં આવેલ છે. હવનમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેતા હોય છે. બીડુ બપોરે ૧:૩૦ વાગે હોમાશે. હવન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી વિહોત માતાજી મંદિર-વડાળીના પૂજારી શ્રી કાંતિભાઇ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૧૭)
(11:22 AM IST)










