News of Saturday, 27th September 2025
જૈનમનાં આંગણે મહાનુભાવો, અગ્રણીઓ,શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનોનો જમાવડો

રાજકોટઃ જૈનમનાં આંગણે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, દંડક મનીપભાઈ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, ક્રેડાઈ ગુજરાતનાં ચેરમેન તથા રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા, આર.બી.એ. ચેરમેન અમીતભાઈ ત્રાંબડીયા અને અન્ય આર.બી.એ. હોદેદારો તથા અગ્રણી બિલ્ડર રાજદીપસિંહ જાડેજા, રૂસીતભાઈ ગોવાણી, પૃથ્વીસિંહ રાણા, ચેતનભાઈ રોકડ, જાણીતા તબીબ નરેન્દ્રભાઈ શેઠ સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. વિરભાઈ ખારા પરિવાર તથા જુગલભાઈ દોશીનાં પરિવારજનોનું બહુમાન કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે ભુમીબેન દવે, ઈશાનભાઈ કાથરાણી, બોસ્કી નથવાણી, વેલેન્ટીના પંડયાએ સેવા આપી હતી.
બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ પિયુષ જૈન, બીજા નંબરે મહેતા હર્ષ, નંબર નૈશલ મહેતા જ્યારે સીનીયર પ્રિન્સેસ તરીકે પ્રથમ નમ્રતા પંચમીયા, બીજા નંબરે ચેશા શાહ. ત્રીજા નંબરે સુનીધી ઉદાણી, જયારે કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે પ્રશીત શાહ, બીજા નંબરે રેયાંશ ખારા, ત્રિજા ક્રમે ક્રિશીવ શાહ અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે અમી ભોડીયા, બીજા નંબરે તનીશા સંધાણી, ત્રિજા નંબરે મીસ્ટી મહેતા વિજેતા બન્યા હતા. ઉપરાંત સિનીયર વેલડ્રેસ પ્રિન્સમાં પ્રથમ નંબરે રીશભ સંઘવી, બિજા નંબરે વિવેક વોરા, ત્રિજામાં રક્ષીત ગાંધી અને સીનીયર વેલડ્રેસ પિન્સેસમાં પ્રથમ નંબરે ધારા મહેતા, બીજા નંબરે મહેક મહેતા, અને ત્રીજા નંબરે અમી કોઠારી ઉપરાંત જુનીયર વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે નીવ સંઘવી, બીજા નંબરે જેનીલ ગાંધી, ત્રીજા નંબરે વૃષિક રૂપાણી અને જુનીયર વેલડ્રેસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ હીમા મહેતા, બીજા નંબરે રૂત્વી વોરા, ત્રીજા નંબરે સુહાની કોઠારી ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
(3:11 PM IST)










