<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

પ્રેમલગ્ન કરનારા કોઠારીયાના રવિભાઇ ડાંગરે વિડીયો બનાવી ફિનાઇલ પી લીધું

પત્‍નિને સસરા, સાળા, સાસુ સહિતના લઇ ગયાનો અને ઘરમાંથી રોકડ પણ લઇ ગયાનો આક્ષેપઃ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: શહરેના કોઠારીયામાં શુભમ્‌ રેસ્‍ટોરન્‍ટ પાસે આવેલી ખોડલધામ સોસાયટીમાં રહેતાં રવિભાઇ નારણભાઇ ડાંગર (ઉ.વ.૨૫) નામના યુવાને વિડીયો બનાવી ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

ફિનાઇલ પી લેનારા રવિભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તે બે બહેન અને ત્રણ ભાઇમાં નાના છે. તેમણે અગિયાર મહિના પહેલા જ હુડકો મણીનગર પાસે રહેતાં માનસીબેન સાથે લવમેરેજ કર્યા છે. સગાના કહેવા મુજબ રવિભાઇના પત્‍નિને તેણીના પિતા, માતા, ભાઇ સહિતના લોકો ઘરે આવીને પોતાની સાથે લઇ ગયા હોઇ આ કારણે રવિભાઇએ ફિનાઇલ પી લીધુ છે.

રવિભાઇએ એક વિડીયો બનાવ્‍યો છે તેમાં તે કહે છે કે મારા સસરા મારા ઘરે આવીને મારી ઘરવાળીને લઇ ગયા છે, સાળા, સાસુ સહિતના મારી ગેરહાજરીમાં તેણીને લઇ ગયા હતાં અને મારા પર અરજી ફરીયાદ કરી હતી તેમજ મને હેરાન કરે છે. મારા ઘરમાંથી આઇફોન, આઇશર લેવાના પૈસા હતાં તે પણ લઇ ગયા છે અને રોકડ સાથે મારી ઘરવાળીને પણ લઇ ગયા છે. હું મારી ઘરવાળીને તેડવા જતાં મને મારકુટ કરી હતી. તેના ભાઇ કોર્પોરેટર હોવાનું કહી ધમકાવે છે. આ કારણે હું આત્‍મહત્‍યા કરી લઉ છું. સગાએ આ વિડીયો મોકલ્‍યો હતો. તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

(4:48 PM IST)