News of Saturday, 27th September 2025
ડ્રગ્સના દુષણ સામે જાગૃતિ લાવવા શહેર એસઓજી દ્વારા દરેક અર્વાચીન રાસોત્સવમાં શપથ લેવડાવાયા: ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં યુવાધન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે 'સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ શહેર પોલીસ દ્વારા ચાલી રહી છે તે અંતર્ગત શહેરના તમામ અર્વાચીન રાસોત્સવ ખાતે શહેર એસઓજી દ્વારા રૂબરૂ મુલાકાત લઈ ડ્રગ્સના દુષણ સામે જાગૃતિ આવે તે માટે ખેલૈયાઓને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. તેમજ ડ્રગ્સના દુષણ અંગે સમજ આપવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તેમજ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બી. બસિયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ સંજયસિંહ એમ.જાડેજા અને તેની ટીમ દ્વારા આ અવેરનેસની કામગીરી થઈ રહી છે. યુવા ખેલૈયાઓ અને રાસોત્સવ માણવા આવતાં શહેરીજનો પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
(7:17 PM IST)










