News of Monday, 29th September 2025
નશાખોર ચાલકે વાહનોને ઠોકરે ચડાવ્યાઃ પોલીસે નશો ઉતાર્યો
બાલાજી હોલ પાસે બનાવઃ માલવીયાનગર પોલીસે ચાલક વિપુલ ગધેથરીયા સામે કાર્યવાહી કરી

રાજકોટ, તા., ૨૯ : મવડી મેઇન રોડ પર બાલાજી હોલ પાસે નશો કરી પુરઝડપે કાર લઇને નીકળેલા શખ્સે રીક્ષા અને ટુ વ્હીલર સહીત ચાર વાહનોને ઠોકરે ચડાવતા માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી છે.
મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર બાલાજી હોલ પાસે રાત્રે નશો કરી જી.જે.૩ સીઇ ર૮પ નંબરની એસેન્ટ કારના ચાલકે કાર પુરઝડપે ચલાવી રીક્ષા તથા ટુ વ્હીલર સહિત ચાર વાહનોને ઠોકરે ચડાવ્યા હતા. બનાવ બનતા આસપાસના લોકોએકઠા થઇ ગયા હતા. અકસ્માત બાદ ચાલકે માથાકુટ કરતા કોઇએ પોલીસમાં જાણ કરતા માલવીયાનગર પોલીસે સ્થળ પર પહોંચી કાર ચાલક વિપુલ કેશવજીભાઇ ગધેથરીયા (રહે. પ્રમુખનગર શેરી નં. ૪, દોઢસો ફુટ રીંગ રોડ)ને નશાની હાલતમાં પકડી લીધો હતો. આ બનાવનો સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થતા પોલીસ કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ એચ.ટી.પરમારે તપાસ હાથ ધરી છે.
(3:45 PM IST)










