News of Monday, 29th September 2025
દશેરા નિમિતે ગુરૂવારે સમાજના લોકો માટે સમૂહશષા પૂજન
શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા પાંચમાં વર્ષે આયોજનઃ ૧૧૦૦ રઘુવંશી યુવાનો સમૂહશષા પૂજનમાં જોડાશેઃ વોટરપ્રૂફ ડોમ બનાવાયો

રાજકોટઃ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા ૦૨ ઓકટોબર ગુરુવારના રોજ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ દશેરા ના પવિત્ર દિવસ નિમિતે રાજકોટ શહેર માં રઘુવંશી સમાજના લોકો માટે ભવ્ય સમૂહ શષા પૂજન મહોત્સવ નું આયોજન વીર શ્રી રાણા જશરાજજી મેદાન એટલે કે રાજકોટ મહાનગરપાલિકા ના ટી.પી. પ્લોટ. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની રૈયારોડ ખાતે બપોરે ૩ વાગ્યે થી સાંજે ૭ વાગ્યા સુધી કરવામાં આવેલ છે.
શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે,ડી રઘુવંશીએ જણાવ્યું હતું કે રઘુવંશી સમાજએ પ્રાચીન ક્ષત્રિય કુળ છે કે જેઓ અખંડ ભારત ના સરહદી વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા થતા આક્રમણો સામે પોતાના પ્રાણીની આહુતિ આપી અને દેશ તથા ધર્મની રક્ષા કરતા આવ્યા છીએ. તેમાંનો એક કિસ્સો કે જે આજ પણ હિન્દુ ધર્મના તમામ લોકો માને છે, જ્યારે કચ્છ ના રાજવી રાજા રાયધન એ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી ને ભુજના રાજમહેલ પર આક્રમણ કર્યું હતું ત્યારે ત્યાંના મહારાણીએ રઘુવંશી વીર મેઘજી શેઠને સંદેશો મોકલી રક્ષા કરવાનું જણાવ્યું હતું ત્યારે ૯૦૦ ઘોડેસવાર લઈ ને રઘુવંશી ક્રાંતિવીર મેઘજી દાદાએ રક્ષા કરવા માટે કૂચ કરી હતી. આવા અનેક બહાદુરીના કિસ્સાઓ રઘુવંશી સમાજ તેના ઇતિહાસમાં ધરાવે છે.ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ શષા પૂજા મહોત્સવના આયોજન માં ૧૧૦૦ જેટલા રઘુવંશી યુવાનો જોડાશે.
આ કાર્યક્રમની રૂપરેખા મુજબ બપોરે ૦૩ કલાકે સાફા બંધાવવાનો સમય અને બપોરે ૪:૩૦ કલાકે વિધિવત બ્રાહ્મણઓ દ્વારા શષા પૂજા શરૂ થઈ જશે અને સાંજે ૦૭ કલાકે અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંગઠનના હોદેદારો ગુજરાત પ્રમુખ કે.ડી રઘુવંશી (કાછેલા ધવલ), ગુજરાત પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, કાનૂની સલાહકાર જ્યભારતભાઈ ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશનભાઇ ઉનડકટ, સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ પ્રતીકભાઈ રાચ્છ (મોરબી), મોરબી જિલ્લા ઉપપ્રમુખ રક્ષિતભાઈ પૂજારા (મોરબી), તેમજ જામનગર, સુરેન્દ્રનગર વગેરે જિલ્લા અને રાજકોટ શહેર વોર્ડ સંયોજક મિતભાઈ અનડકટ, બિરેનભાઈ જોબનપુત્રા, રામભાઈ લાલચેત, પાર્થભાઈ નથવાણી ,મિહિરભાઈ સોમૈયા, હાર્દિકભાઈ કારિયા જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રઘુવંશી યુવા શકિત સંઘના હોદેદારો નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:54 PM IST)










