News of Monday, 29th September 2025
નાગર બોર્ડિંગખાતે રાસોત્સવમાં ભૂદેવ ખેલૈયાઓ દ્વારા ‘મારૂ મન મોર બની થનગાટ કરે' નો માહોલ
આગેવાનોના હસ્તે પ્રિન્સ, પ્રિન્સેસને ઇનામો અપાયાઃ જીતુ મહેતા, ડો. હેમાંગ વસાવડા, ભરત ઓઝા, મોનીસ જોષી, કશ્યપ ભટ્ટ સહિતનાનું મળતું માર્ગદર્શન

રાજકોટઃ પરશુ બ્રહ્મ યુવા દ્વારા છેલ્લા ૧૦ વર્ષ થી બ્રહ્મ ખેલૈયાઓ માટે ટોકન દરે શહેરના નાગર ર્બોડિંગ ખાતે નવરાત્રી મહોત્સવ નું જાજરમાન આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ બ્રહ્મ અગ્રણી જીતુ મહેતા, ડો. હેમાંગ વસાવડા, ભરત ઓઝા ના માર્ગદર્શન હેઠળ અને પરશુ બ્રહ્મ યુવા ગ્રુપ ના મોનિસ જોષી, કશ્યપ ભટ્ટ, રાજુભાઈ ત્રિવેદી, રાજાભાઈ ભટ્ટ, પ્રતીક બલભદ્ર, જેન્તીભાઇ ત્રિવેદી, વિજયભાઈ જોષી, પ્રતિમાબેન વ્યાસ, કિરણબેન જોષી, હિરલબેન બલભદ્ર સહિતના દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં અંદાજે ૮૦૦ થી વધુ બ્રહ્મ ખેલૈયાઓ રમી રહ્યા છે. લાઇવ ઓરકેસ્ટ્રા ના સંગાથે અને હાઇફાઇ સાઉન્ડ સિસ્ટમ ના સથવારે ‘મારુ મન મોર બની થનગાટ કરે' ના તાલે ખેલૈયાઓ ભક્તિમય વાતાવરણમાં રમી રહ્યા છે. દરરોજ રાસોત્સવના પ્રારંભે માં જગદંબાની આરતી ઉતારી આરાધના કરવામાં આવે છે. મેયર નયનાબેન પેઢડીયા, જીતુ મહેતા, ડો. હેમાંગ વસાવડા, ભરત ઓઝા, કિરણબેન માકડિયા સહિતનાએ પ્રિન્સ-પ્રિન્સેસ ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
(3:57 PM IST)










