News of Monday, 29th September 2025
મિલ્કત વેરો ભરવામાં વિલંબ કર્યો તો હવે ૧૮ ટકા વ્યાજ
૧ ઓકટોબરથી વ્યાજ લાગુઃ ૨૮૬.૬૧ કરોડની આવકઃ ૧૧૬ મિલ્કતોને સીલ કરાઇ

રાજકોટ, તા.૨૯: મનપાનો વેરા મિલ્કત વેરા આવક આજ દિન સુધીમાં કુલ-૩,૭૪,૩૬૯ કરદાતાઓએ રૂ.૨૮૬.૬૧ કરોડ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કર્યો છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં બાકી મિલકત વેરા-વસુલાત સામે કુલ ૧૧૬ મિલકતોને સીલ કરવામાં આવી હતી.
મિલકતધારકોને વેરા બીલ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવેલ છે. જે મિલ્કતધારકોને વેરા બીલ ન મળેલ હોઈ તેઓને લગત વોર્ડ ઓફિસેથી મિલકતવેરાનાં બીલો મેળવી લેવા તથા તા.૧ ઓલ્ટોબેટનિયમનુસાર વ્યાજ લાગુ પડશે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યુ મુજબ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૯ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. અત્યાર સુધીમાં કુલ ૩,૭૪,૩૬૯ કરદાતા દ્રારા રૂ.૨૮૬.૬૧ કરોડ ની વસુલાત થવા પામેલ છે. વર્ષ ૨૦૨૫-૨૦૨૬માં બાકી મિલકત વેરા-વસુલાત સામે વોર્ડ નં-૧ માં કુલ ૫, વોર્ડ નં-૨ માં કુલ ૫, વોર્ડ નં-૩ માં કુલ ૧૨, વોર્ડ નં-૫ માં કુલ ૨, વોર્ડ નં-૭ માં કુલ ૪૫, વોર્ડ નં-૮ માં કુલ ૪, વોર્ડ નં-૯ માં કુલ ૬, વોર્ડ નં-૧૦ માં કુલ ૮, વોર્ડ નં-૧૧માં કુલ ૮, વોર્ડ નં-૧૨ માં કુલ ૮, વોર્ડ નં-૧૩ માં કુલ ૧, વોર્ડ નં.-૧૪ માં કુલ ૪, વોર્ડ નં-૧૭ માં કુલ ૬ અને વોર્ડ નં-૧૮ માં કુલ ૨ મિલકતોને સીલ કરવામાં આવેલ છે, આમ, ૦૯-૦૪-૨૦૨૫ થી ૨૯-૦૯-૨૦૨૫ સુધીમાં કુલ ૧૧૬ મિલકતોને સીલ કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તમામ મિલકતધારકોને જણાવવામાં આવે છે કે પોસ્ટ દ્રારા મિલકત વેરા બીલની બજવણી કરવામાં આવેલ છે. જે પણ મિલકતધારકોને મિલકત વેરા બીલ મળેલ ન હોય,તો તેઓ ઓફિસ સમય દરમિયાન લગત વોર્ડ ઓફિસનો સંપર્ક કરી પોતાની મિલકતના બિલ મેળવી શકે છે. જે મિલકતધારકોને મિલકત વેરાનાં બિલ ના આવતા હોય તો તેવા મિલકતધારકોએ પોતાની મિલકતની નવી-આકારણી તથા વેરા બિલની ચકાસણી કરવા માટે લગત વોર્ડ ઓફિસનો સંપર્ક કરવો તથા પોતાની મિલકતના વેરા બિલની પ્રિન્ટઆઉટ મેળવી લેવી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧ ઓકટોબરથી વર્ષ ૨૦૨૫નું મિલકત વેરાનું વ્યાજ નિયમોનુસાર વસુલ કરવામાં આવશે. જેની તમામ મિલકતધારકોએ ખાસ નોંધ લેવી.
- આ કામગીરી કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનરશ્રી સી.કે.નંદાણી તથા સેન્ટ્રલ ઝોન ના આસી.કમિશનરશ્રી સમીર ધડુક તથા વેસ્ટ ઝોનના આસી. કમિશનર દીપેન ડોડીયા તથા વેસ્ટ ઝોનના આસી.કમિશનર એચ.પી.રૂપારેલીયા તથા સેન્ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્સલ પટેલ, ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા, હાર્દિકસિંહ જાડેજા ઈસ્ટ ઝોન મેનેજર ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ ટેક્ષ ઇન્સપેકટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવે છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.(૨૩.૩૦)
(4:03 PM IST)










