<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

મહિલા પોલીસની ‘શી' ટીમો દ્વારા જલારામ ચોક અને ગોૈતમનગરમાં પ્રાચીન અર્વાચીન રાસમાં જાગૃકતા કેમ્‍પ

રાજકોટ તા. ૩૦: શહેરના જલારામ ચોકની શ્રી ખોડીયાર ગરબી ખાતે અને નાના મવા રોડ ગોૈતમનગરમાં અર્વાચીન ગરબી ખાતે શહેર મહિલા પોલીસની શી ટીમોએ પહોંચી મહિલા જાગૃકતા, સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન ૧૯૩૦, અભયમ હેલ્‍પલાઇન ૧૮૧ તેમજ મહિલા પોલીસ અને શી ટીમની કામગીરી, નંબર એક સેવા અનેક-૧૧૨ નંબર વિશે વિસ્‍તૃત સમજ આપી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અને પીઆઇ એચ. એમ. ભાટીની રાહબરીમાં શી ટીમના કોકીલાબેન સોલંકી, કુંજબેન ચાવડા, પ્રીતીબેન પટેલ, બીનાબેન ગોહેલ, માધવી બેન સીહતે આ કામગીરી કરી હતી. 

(2:12 PM IST)