<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ભારત વિકાસ પરિષદ દ્વારા શનિવારે રાસોત્‍સવ

શરદ પૂનમની પૂર્વ સંધ્‍યાએ નાના મૌવા સર્કલ ખાતે આયોજન : તમામ શાખાઓના સભ્‍ય પરિવારો ભાગ લેશે : સારૂ પરફોર્મ કરનારાઓને ઇનામોથી નવાજાશે : રાષ્‍ટ્રીય સંગઠનમંત્રી સુરેશજી જૈન ઉપસ્‍થિત રહેશે

રાજકોટ તા. ૩૦ : ભારત વિકાસ પરિષદની મહાનગરમાં આવેલ તમામ ૬ શાખાઓના પ૦૦થી વધુ સભ્‍ય પરિવારો રાસોત્‍સવ માણી શકે તે હેતુથી આગામી તા. ૪ ના શનિવારે શરદ પૂનમની પુર્વ સંધ્‍યાએ ભવ્‍ય રાસોત્‍સવનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પરિષદના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે ભારત વિકાસ પરિષદ રાજકોટ મહાનગરની છ શાખાઓ આનંદનગર, રણછોડનગર, નટરાજનગર, મવડી, રામકૃષ્‍ણનગર શાખાના અંદાજીત પ૦૦ પરિવારના સભ્‍યો મન મુકીને રાસોત્‍સવ માણી શકે તે માટે આગામી તા. ૪ ના શનિવારે શરદ પૂનમની પૂર્વ સંધ્‍યાએ સાંજે ૬.૩૦ થી ૧૧ સુધી રાધે રાસ મહોત્‍સવનું નાના મૌવા સર્કલ, શાષાીનગર રોડ, રામ મસાલા માર્કેટ મેદાન ખાતે આયોજન કરાયુ છે.

સંપૂર્ણ પારિવારિક માહોલમાં ભારતીય સંસ્‍કૃતિને અનુરૂપ આ કાર્યક્રમની શરૂઆત ભારતમાતા અને સ્‍વામી વિવેકાનંદજી તથા માતાજી સમક્ષ દીપપ્રાગટયથી કરાશે. ત્‍યારબાદ મહાઆરતી થશે. વંદેમાતરમ ગાનથી કાર્યક્રમ ખુલ્લો મુકાશે.

૧૦૦૦ ખેલૈયાઓ એક લાખ વોલ્‍ટની સાઉન્‍ડ સીસ્‍ટમના સથવારે ર હજાર વાર જગ્‍યામાં ટુ લેયર કાર્પેટ પર રાસની ધૂમ મચાવશે. સારૂ પરફોર્મ કરનારને વિવિધ કેટેગરીમાં ઇનામોથી નવાજવામાં આવશે.  આ ઇનામોમાં સેન્‍ડી હોમ એપ્‍લાઇઝ જગતસિંહ સુચારીયા તરથી અપાશે. સમગ્ર કાર્યક્રમનું યુ-ટયુબ પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ સેવા ચિરાગભાઇ ગોસ્‍વામી અને ચિંતનભાઇ ગોસ્‍વામી સંભાળશે.

ભારત વિકાસ પરિષદના રાષ્‍ટ્રીય સંગઠન મંત્રી પ્રચારક સુરેશજી જૈન ખાસ ઉપસ્‍થિત રહી ખેલૈયાઓનો ઉત્‍સાહ વધારશે. આ ઉપરાંત રિજીયોનલ સેક્રેટરી વિનોદભાઇ લાઠીયા, રિજીયોનલ ઓર્ગેનાઇઝર સેક્રેટરી પ્રફુલભાઇ ગોસ્‍વામી, રિજીયોનલ સેક્રેટરી નરેન્‍દ્રભાઇ ભાડલીયા ઉપસ્‍થિત રહેશે. સૌરાષ્‍ટ્ર કચ્‍છ પ્રાંત પ્રમુખ સંજયભાઇ કોટક, મહાસચિવ દિવ્‍યેશભાઇ સતાસીયા, પ્રાંત ઉપાધ્‍યક્ષ જેઠસુરભાઇ ગુજરીયા, પ્રાંત સંગઠન સચિવ કરશનભાઇ મેતા, સહસચિવ ભરતભાઇ લીંબાસીયા, મહીલા સહભાગીતા શ્રીમતી ડોલીબેન લાઠીયા વગેરે ઉપસ્‍થિત રહેશે.

મુખ્‍ય અતિથિ તરીકે શ્રીમતી દર્શિતાબેન શાહ - ધારાસભ્‍ય, રમેશભાઇ ટીલાળા - ધારાસભ્‍ય, ડો. વલ્લભભાઇ કથીરીયા - પૂર્વ કેબીનેટ મંત્રી, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જૈમિનભાઇ ઠાકર, વૃક્ષપ્રેમી સદ્દભાવના વૃધ્‍ધાશ્રમના વિજયભાઇ ડોબરીયા વગેરે ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમના સ્‍પોન્‍સર સામાજીક અગ્રણી સેન્‍ડી હોમ એપ્‍લાઇઝના શ્રી હરિસિંગ સુચારીયા અને મુખ્‍ય સ્‍પોન્‍સર વિનોદભાઇ અને ડોલીબેન લાઠીયા, પ્રફુલભાઇ અને શોભનાબેન ગોસ્‍વામી, કનકભાઇ વ્‍યાસ, ગિરિરાજ હોસ્‍પિટલના ચેરમેન રમેશભાઇ ઠકકર, અજીતસિંહ જાડેજા, પ્રિતિબેન પટેલ સહયોગી બનેલ છે.

સમગ્ર કાર્યક્રમ માટે ભારત વિકાસ પરિષદની છ બ્રાંચના સંયોજક સર્વશ્રી રમેશભાઇ દતા, કિરીટભાઇ મૈયડ, પ્રમુખો  મહેશભાઇ તળાવીયા, વિજયભાઇ કુંભરવાડીયા, ભરતભાઇ લીંબાસીયા, રમેશભાઇ લાઠીયા, મનોજભાઇ પુરોહીત, પ્રવિણભાઇ વસોયા, મંત્રીઓ ચિરાગભાઇ ગોસ્‍વામી, અશ્વિનભાઇ કાથરોટીયા, તુલસીભાઇ સાકરીયા, સુરેશભાઇ વ્‍યાસ, રમેશભાઇ દુધાત, અશોકભાઇ કકકડ, દિલિપભાઇ પુજારા, ટ્રેઝરર સુખદેવભાઇ અગ્રાવત, ધીરજભાઇ મેંદપરા, ચેતનભાઇ ટાંક, મૌલેશભાઇ દવે, પ્રવીણભાઇ ગરસર, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઇ મિયાત્રા, સંદીપભાઇ હાંસલીયા અને કારોબારી સભ્‍યો વ્‍યવસ્‍થા સંભાળી રહ્યા છે.

કાર્યક્રમની તૈયારી માટે ગોપાલભાઇ પટેલ (જીઇબી), દીપકગીરી ગોસ્‍વામી, પ્રા. અરવિંદગીરી ગોસ્‍વામી, બકુલભાઇ દુધાગરા, શ્રીમતી ડોલીબેન લાઠીયા, શોભનાબેન ગોસ્‍વામી આખરી ઓપ આપી રહ્યા છે. સમગ્ર સંચાલન જીતેન્‍દ્રભાઇ મહેતા અને કિરીટભાઇ મૈયડ કરશે.

કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદની સૌરાષ્‍ટ્ર પ્રાંતની ૧૯ શાખાના સભ્‍યોને અને નિમંત્રત મહેમાનોએ ઉપસ્‍થિત રહેવા પ્રફુલગીરી ગોસ્‍વામીએ સ્‍નેહસભર અનુરોધ કર્યો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રફુલગીરી ગોસ્‍વામી, જેઠસુરભાઇ ગુજરીયા, કરશનભાઇ મેતા, નરેન્‍દ્રભાઇ ભાડલીયા, તુલસીભાઇ સાકરીયા, કિરીટભાઇ મૈયડ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:32 PM IST)