<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

અંબા અભય વરદાયીની રે... માડી તારા અઘોર નગારા વાગે...

અંબિકા પાર્ક ખાતે પ્રાચીન ગરબીમાં ગરબાની રમઝટ દ્વારા માતાજીની આરાધના

રાજકોટઃ શહેરની ટોપ- પ પ્રાચીન ગરબીઓમાંની રૈયા રોડ સ્‍થિત અંબિકા પાર્ક ખાતે છેલ્લા ૩ દાયકાથી વધુ સમયથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ૭૬ બાળાઓ- બાળકો અવનવા રાસ દ્વારા માતાજીની આરાધના કરી રહયા છે. આ બાળાઓ- બાળકોને પ્રોત્‍સાહીત કરવા તથા આર્શીવાદ પાઠવવા ‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા અંબિકા પાર્ક ગરબી મંડળમાં ઉપસ્‍થિત રહયા હતા અને રાસની રમઝટ માણી હતી. અંબિકા પાર્કમાં તલવાર રાસ, અઘોર નગારા વાગે, અંબા અભય વરદાયીની રે, ટિપ્‍પણી રાસ સહિતના પારંપરીક ગરબા બાળાઓ- બાળકો દ્વારા રજુ કરવામાં આવી રહયા છે. આ સમગ્ર આયોજનમાં અંબિકા પાર્ક ફલેટ હોર્લ્‍ડસ એસોસીએશનના ચેરમેન યશવંતભાઇ ભટ્ટ, પ્રમુખ પ્રતાપભાઇ વોરા, ઉપપ્રમુખ હસુભાઇ ભગદે, સેક્રેટરી વિમલભાઇ ત્રિવેદી તથા ખજાનચી ધર્મેશભાઇ શાહના માર્ગદર્શન હેઠળ આત્‍મીય યુવા ગ્રુપના સભ્‍યો તથા આત્‍મજા વુમન્‍સ ગ્રુપના મેઘા પારેખ, જલ્‍પાબેન સથવારા, જુલીબેન કોટેચા, નતાશા થડેશ્વર સાથે વૈદેહી પારેખ, ફોરમ થડેશ્વર, કૃપાબેન દેવાણી, હેતલબેન શાહ, ભકિતબેન સોમૈયા, હેતલબેન રવાણી, વૈશાલીબા ઝાલા, ભાવેશ થડેશ્વર, યુગ દેવાણી તથા શીતલબેન લીમ્‍બડ દ્વારા બાળાઓ- બાળકોને તાલીમ આપવામાં આવી છે.

(2:33 PM IST)