તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 30th September 2025
થોરાળા સર્વોદય સોસાયટીના કારખાનેદાર પરેશભાઇનું ભુલથી ઝેરી દવા પી જતાં મોત
ચાર દિવસની સારવાર બાદ દમ તોડયોઃ સોલંકી પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: નવા થોરાળા સર્વોદય સોસાયટી-૪માં રહેતાં પરેશભાઇ નારણભાઇ સોલંકી (ઉ.વ.૪૪) ચાર દિવસ પહેલા ૨૬મીએ રાતે ઝેરી ટીકડી પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મોડી રાતે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
પરેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે બફનું કારખાનુ ચલાવતાં હતાં. તાવની દવાને બદલે ભુલથી ઝેરી ટીકડી પી લીધાનું તેઓ સારવારમાં હતાં ત્યારે કહ્યું હતું. સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:34 PM IST)










