<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

કારડીયા રાજપુત સમાજ દ્વારા ગુરૂવારે વિજયા દશમી નિમિતે શસ્ત્રપૂજન-પરંપરાગત રેલી

રાજકોટ તા.૩૦: કારડીયા રાજૂપત સમાજ રૂા. તા.૨ના ગુરુવારે વિજયા દશમી નિમિતે પુજનનું આયોજન કરાયું છે. ;‘‘અકિલા''ખાતે વિગતો વર્ણવતા કારડીયા રાજપુત જ્ઞાતિ સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત શસ્ત્રપૂજન અને રેલીનું આયોજન કરાયું છે.

તા.૨ના ગુરુવારે વિજયા દશમીના સવારે ૯ કલાકે કારડીયા રાજપૂત સમાજવાળી, મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે શસ્ત્ર પૂજન કરાશે. સમાજના ભાઇઓ સાફા પહેરી પોતપોતાના શષાો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

શસ્ત્રપૂજન પૂર્ણ થયે પરંપરાગત પહેરવેશ અને શષાો ધારણ કરી રેલી યોજવામાં આવશે. જે મવડી ચોકડીથી શરૂ થઇ રામજી મંદિર રજપૂતપરા ખાતે સમાપન પામશે. સમસ્‍ત કારડીયા રાજપૂત જ્ઞાતિ સમાજના ભાઇઓએ શષા પૂજન અને રલીમાં જોડાવા સમાજ ઉપ્‍કર્ષ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા સમાજ ઉત્‍કર્ષ સમિતિના પ્રમુખ બહાદૂરસિંહ ગોહેલ, ઉપપ્રમુખ કુલદિપસિંહ ભટ્ટી (મો. ૯૮૨૫૮ ૨૭૯૨૮) મંત્રી જસપાલસિંહ સોલંકી, વજેસિંહ પરમાર, રવિરાજસિંહ દેવડા,રાજુભાઇ સોલંકી નજરે પડે છે.ે(તસ્‍વીરઃઅભિજીત બગથરીયા) (૩૮.૩૦)      

(4:03 PM IST)