News of Wednesday, 1st October 2025
મવડીમાં રહેતાં રાજ સગપરીયાને દારૂ ભરેલી કાર સાથે પીસીબીએ પકડયો
પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ત્રાજીયા અને ટીમની સરદારનગર રોડ પર કાર્યવાહીઃ ૩.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે હેડકોન્સ. કરણભાઇ મારૂ, રાહુલગીરી ગોસ્વામીની બાતમી

રાજકોટતા. ૧: શહેર પીસીબીની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને કારમાં જથ્થા સાથે પકડી લીધો છે. સરદારનગર રોડ પર આવેલી શેરીમાંથી બાતમીને આધારે તેને દબોચી લેવાયો હતો. જાણવા મળ્યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કરણભાઇ મારૂ અને રાહુલગીરી ગોસ્વામીને બાતમી મળી હતી કે સરદારનગર રોડ ભુગર્ભ ગટરની ઓફિસવાળી શેરીમાં એક કારમાં દારૂનો જથ્થો લઇને એક શખ્સ નીકળનાર છે.
આ માહિતીને આધારે વોચ રાખવામાં આવતાં બાતમી મુજબની જીજે૧૪એએ-૬૮૦૦ નંબરની કાર નીકળતાં તેને આંતરીને અંદર જોતાં દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં રોયલ ચેલેન્જ બ્રાન્ડની ૭૦ બોટલો મળી હતી. જેની કિંમત રૂા. ૯૧ હજાર ગણી તે તથા ૩ લાખની કાર કબ્જે કરી હતી. ઝડપાયેલા શખ્સે પોતાનું નામ રાજ અનીલભાઇ સગપરીયા (ઉ.વ.૨૪-રહે. મવડી આસોપાલવ સોસાયટી, શેરી નં. ૧ પતંજલી સ્કૂલ પાસ) જણાવ્યું હતું.
આ શખ્સ દારૂ ક્યાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્વમી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી.
(2:22 PM IST)










