<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

રૂખડીયાપરામાં ઘોડીપાસા રમતાં ૧૦ પકડાયા

ભગવતીપરાના જુમા ઠેબેપોત્રાએ પાટલો માંડયો હતોઃ ચાંપરાજભાઇ ખવડ, તોૈફિકભાઇ મંધરા, તોૈફિકભાઇ જુણાચની બાતમી પરથી પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આર. કે. ગોહિલ અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧: રૂખડીયાપરામાં ભગવતીપરાના શખ્‍સે ઘોડીપાસાના જૂગારનો પાટલો ચાલુ કરતાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી તેના સહિત ૧૦ને પકડી લઇ રોકડ કબ્‍જે કરી હતી. જાણવા મળ્‍યા મુજબ પ્ર.નગર પોલીસની ટીમ દારૂ જુગારની પ્રવૃતિને ડામવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ.ચાંપરાજભાઇ ખવડ અને તોૈફિકભાઇ મંધરા, તોૈફિકભાઇ જુણાચને બાતમી મળી હતી કે રૂખડીયા કોલોની પાસે જાહેરમાં કુંડાળુ વળી કેટલાક શખ્‍સો ઘોડીપાસાનો જૂગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે દરોડો પાડયો હતો.પોલીસે ભગવતીપરા-૧૦માં મનસુખભાઇ લોધાના ડેલામાં રહેતાં જુમા જીવાભાઇ ઠેબેપોત્રા (ઉ.વ.૪૬), કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે સંત કબીર સોસાયટીના કેશુ જેઠાભાઇ ભુતલા (ઉ.વ.૮૭), વાણીયાવાડી-૨૧માં રહેતાં અલ્‍પેશ કિરીટભાઇ રાઠોડ (ઉ.વ.૨૪), મોચી બજારના સોનુ ગેંદુભાઇ કુનબી (ઉ.વ.૫૩), બેડીપરા ગંગેશ્વર મહાદેવ રોડ સસ્‍તા અનાજની દુકાન પાસે રહેતાં સંજય જયસુખભાઇ દુધરેજીયા (ઉ.વ.૨૪), મીલપરા લક્ષ્મીવાડી-૧૮ના દિપક મનજીભાઇ મકવાણા (ઉ.વ.૩૫), કુવાડવા રોડ નરસિંહ મહેતા ટાઉનશીપ પાછળ રહેતાં ભાવેશ ગોરધનભાઇ સુરાણી (ઉ.વ.૫૧), ભગવતીપરા મદ્રેસા પાસે નદી કાંઠે રહેતાં રફીક જુમાભાઇ શેખ (ઉ.વ.૫૦), રૂખડીયાપરા જેલ પાછળ રહેતાં ફિરોઝ ઇકબાલભાઇ જામ (ઉ.વ.૨૯) અને જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટર નં. ૧૧૯ની સામે રહેતાં રહેતાં અબ્‍દુલ દાઉદભાઇ લંજાને પકડી લીધા હતા.

 પોલીસે બે નંગ ઘોડીપાસા તથા રૂા. ૨૨૧૫૦ની રોકડ કબ્‍જે લીધી હતી. ઝડપાયેલા મોટા ભાગના મજુરી કરે છે અને અમુક રિક્ષા ડ્રાઇવર છે. પોલીસના કહેવા મુજબ જુમા ઠેબેપોત્રાએ આ પાટલો માંડયો હતો. ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આર. કે. ગોહિલ સીહતની ટીમે આ દરોડો પાડયો હતો. 

(3:21 PM IST)