<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

પાળ રોડ પર મનપાના શોપિંગ સેન્‍ટરની ૧ર દુકાનોની હરરાજી

૧૩ ઓકટોબરના આયોજનઃ ૧૬.૧ર ચો.મી.થી ર૭.૬૮ ચો. મી.ના રૂ. ૧૮.૧૭ લાખથી રૂા. ૩૧.૧૦ લાખ સુધીનો અપસેટ ભાવ

રાજકોટ તા. ૧ :.. મનપા દ્વારા બનાવવામાં આવેલ શિવ ટાઉનશીપની ૧ર દુકાનોની જાહેર હરરાજી તા. ૧૩ ના યોજાશે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઇટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી. પી. સ્‍કીમ ર૭, એફ. પી. ૪૧-એ ખાતે વેસ્‍ટ ઝોન પેકેજ-૩ હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્‍ટરની દુકાનો જાહેર હરરાજી તા. ૧૩ ઓકટોબરના સવારે ૯ કલાકે શિવ ટાઉનશીપ, સેલેનીયમ હાઇટ સામે, મવડી-પાળ રોડ, રાજકોટ ખાતે યોજાશે. ગ્રાઉન્‍ડ ફલોરની ૧૬.૧ર ચો. મી. થી ર૭.૬૮ ચો. મી. સુધીની ૧૮.૧૭ લાખથી રૂ. ૩૧.૧૦ લાખ છે. વિવિધ કાર્પેટ એરીયા ચો. મી.ના અપસેટ કિંમત છે. 

(3:20 PM IST)