<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

જૈનમઃ આદ્યશકિતનાં નવસ્‍વરૂપસમી બાળાઓનું દિવ્‍ય પૂજન

આજે અંતિમ દિવસે રમાશે મેગા ફાઈનલ રાઉન્‍ડ ખેલૈયાઓ લાખેણા ઈનામો મેળવવા પોતાની ક્ષમતા પ્રદર્શિત કરશે

રાજકોટઃ જૈનમ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૫ નાં નવમાં નોરતે ટીમ જૈનમ દ્વારા માં ના તમામ નવ સ્‍વરૂપ ધારણ કરેલ બ્‌ાાળાઓનું અતિ પવિત્ર ભવ્‍ય દિવ્‍ય માહોલમાં મંત્રોચ્‍ચાર સાથે વિધિવત પૂજન અર્ચન કરવામાં આવ્‍યું હતું.

દર વર્ષે જૈનમ નવરાત્રી મહોત્‍સવમાં અષ્ટમીનાં દિવસે નવદુર્ગા સ્‍વરૂપ બ્‌ાળાઓને સાક્ષાત માં નાં સ્‍વરૂપ તરીકે નિહાળી પૂજન કરવામાં આવે છે. તેમના પાવન પગલાને પ્રસાદી રૂપે રાખીને લાભાર્થી પરિવારો ધન્‍યતા અનુભવે છે, ગઈકાલે પણ આજ પરં૫રાને નિરંતર જાળવી રાખતા બાળાઓનું પૂજન કરવામાં આવ્‍યું હતું. જૈનમ પરિવારનાં મંદીરની જવાબદારી સંભાળતી કમીટીનાં નિલેશભાઈ ભાલાણી, હિતેશભાઈ, મહેતા, અમીષભાઈ દોશી, મનીષભાઈ મહેતા, જીતુભાઈ મારવાડી, પારસભાઈ વખારીયા, મિલેશભાઈ મહેતા, અમીતભાઈ લાખાણી, ભરતભાઈ કાગદી, પારસભાઈ શેઠ - સી.એ., હેમલભાઈ કોઠારી, રીશીતભાઈ મહેતા, કુણાલભાઈ મહેતા, જયભાઈ પરીખ, કેવીનભાઈ ઉદાણી, દીશીતભાઈ મહેતા સહીતનાં મેમ્‍બ્‌રોએ વ્‍યવસ્‍થા સંભાળી હતી. આજે અંતિમ દિવસે બે દીવસ દરમ્‍યાન વરસાદી માહોલને કારણે બંધ રહેલ રાસોત્‍સવ પૈકી વાતાવરણની પરિસ્‍થિતીને અનુરુપ શક્‍ય હશે તો એક સીલેકશન રાઉન્‍ડ આજરોજ રમાડવામાં આવશે. પ્રથમ નોરતા થી આજ સુધીમાં ડેઈલી વિજેતા થયેલ ખેલૈયાઓ વચ્‍ચે આજરોજ રાત્રે ૯ વાગયા કલાકથી મેગા ફાઈનલ રાઉન્‍ડ રમાડવામાં આવશે.

આ મેગા ફાઈનલ રાઉન્‍ડમાં વિજેતા થનાર સીનીયર પ્રિન્‍સ-પ્રિન્‍સેસ, સીનીયર વેલડે્‌રસ પ્રિન્‍સ-પ્રિન્‍સેસ, જુનિયર પ્રિન્‍સ-પ્રિન્‍સેસ, જુનીયર વેલડ્રેસ પ્રિન્‍સ-પ્રિન્‍સેસ સહીતનાં વિજેતાઓને લાખેણા ઈનામોથી નવાઝવામાં આવશે.

(3:22 PM IST)