<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

અખિલ ગુજરાત રાજપુત સંઘ દ્વારા શુક્રવારે ગિરાસદાર રાજપૂત ક્ષત્રિયાણીઓ માટે ૨૪મો શરદોત્‍સવ

બાલભવન (રેસકોર્ષ) ખાતે સાંજે ૬ થી ૧૦ દરમ્‍યાન રાજપૂત બહેનો, દિકરીઓ માટે વિનામુલ્‍યે પ્રવેશઃ પી.ટી. જાડેજાએ અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ સંઘની વર્ષભરની પ્રવૃતિ વર્ણવી

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી ફકત ગિરાસદાર રાજપૂત ક્ષત્રિય સમાજના બહેનો માટે યોજાતા શરદોત્‍સવ (રાસોત્‍સવ) કાર્યક્રમનું અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ પાઠવવા આજે રાજપુત યુવા સંઘના આંતરાષ્‍ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજા અને તેમની ટીમ અકિલાની મુલાકાતે આવી હતી અને રાજપુત યુવા સંઘ દ્વારા વર્ષભર થતી પ્રવૃતિઓ અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. આ તકે અકિલાના સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા નજરે પડે છે.(ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧: રાજપૂત સમાજમાં સર્વ શ્રેષ્ઠ સંસ્‍થાઓમાં જેની ગણના થાય છે તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તથા મહિલા સંઘ દ્વારા ફક્‍ત ગિરાસદાર રાજપુત ક્ષત્રિય સમાજના બહેનો માટે ૨૪મો રાજપુત શરદોત્‍સવનો જબરજસ્‍ત આયોજન આગામી તારીખ ૦૩-૧૦-૨૦૨૫, શુક્રવારના રોજ સાંજે ૬ થી ૧૦ સુધી બાલભવન રેસકોર્સ પાસે રાજકોટ ખાતે થનાર છે.

આ આયોજનને સફળ બનાવવા માટે યુવા સંઘના મુખ્‍ય આયોજન કમિટીના શ્રી પી.ટી. જાડેજા ચેરમેન હડમતીયા જ. શ્રી કિશોરસિંહ જેઠવા કન્‍વીનર, પાંડાવદર, પથુભા જાડેજા કન્‍વીનર ખોખરી, હિતેન્‍દ્રસિંહ ઝાલા, કોઠારીયા જડે. કન્‍વીનર તરીકે સેવા બજાવશે.આ કાર્યક્રમમાં ૫ થી ૧૫ વર્ષ એ ગ્રુપ, ૧૬ થી ૨૫ વર્ષ બી ગ્રુપ, ૨૬ થી ઉપર સી ગ્રુપ તરીકે રમાડવામાં આવશે એ સાથે વ્‍યવસ્‍થામાં થ્રી વે ૪૦,૦૦૦ વોલ્‍ટની સાઉન્‍ડ સિસ્‍ટમ વાઈટ એલોઝન ટાવર સાથે ઉત્તમ ઓરકેસ્‍ટ્રા અને સારા સિંગરો દ્વારા રમઝટ બોલાવવામાં આવશે, દરેક ગ્રુપમાં પ્રથમ એક થી ત્રણ અને એક વેલડ્રેસને ઇનામ આપવામાં આવશે.

આ વિજેતા દીકરીઓને શિલ્‍ડ સ્‍વઃ રાજેન્‍દ્રસિંહ જશુભા જેઠવા હસ્‍તે કિશોરસિંહ જેઠવા, પાંડાવદર તરફથી આપવામાં આવશે તેમજ આકર્ષક ભેટ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ તરફથી આપવામાં આવશે, તથા અલ્‍પાહાર રાજભા સતુભા જાડેજા- મોટા વાગુદળ પૂર્વ પ્રમુખ ધ્રોલ તાલુકા ભાજપ તરફથી આપવામાં આવશે. તેમજ ઠંડા પીણાની વ્‍યવસ્‍થા મયુરસિંહ સતુભા જાડેજા-વાગુદળ ઉપપ્રમુખ ઓલ ઇન્‍ડિયા મેડિકલ એસોસિએશન તરફથી આપવામાં આવનાર છે,

આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ વિશેષ મહેમાન તરીકે અ.સૌ.કૌરાણી સાહેબશ્રી ગોરી રાજ્‍યલક્ષ્મી દેવી ઓફ ગોંડલ (હવામહેલ), ડોક્‍ટર જયેન્‍દ્રસિંહ જાડેજા, જાબીડા એમ.ડી. એ. જી. આર. વાય. એસ.,માન. શ્રી ધર્મેન્‍દ્રસિંહ એમ જાડેજા (હકુભા) પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્‍ય ઉપસ્‍થિત રહેનાર છે.આ ઉપરાંત રાજકોટના ઉદ્યોગપતિ,પોલીસ અધિકારીઓ, ડોક્‍ટર્સ, દાતાશ્રીઓ, સમાજ અગ્રણીઓ, પ્રેસના પ્રતિનિધિઓ તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ગુજરાત રાજ્‍ય સહિત રાજકોટ જિલ્લા શહેરના હોદ્દેદારો તથા મહિલા સંઘના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

આ ઉપરાંત સહઆયોજક ટીમમાં મુખ્‍યત્‍વે કિરીટસિંહ જાડેજા-મોટાભેલા, અક્ષિતસિંહ જાડેજા-હડમતીયા જે. કનકસિંહ ઝાલા- બલળા, નિર્મળસિંહ ઝાલા-નેકનામ, બલભદ્રસિંહ જાડેજા-પડવલા, હિતેન્‍દ્રસિંહ ઝાલા-ઇગોરાળા, રાજભા વાળા-હરિયાસણ, પ્રતિપાલસિંહ ઝાલા-ભેચડા, જયપાલસિંહ જાડેજા-કોટડા નાયાણી, મહિપતસિંહ પરમાર-ટીકર, અશોકસિંહ જાડેજા-ધૂડિયા દોમડા, સહદેવસિંહ જાડેજા-સણોસરા, પરાક્રમસિંહ જાડેજા,  માણેકવાળા, ચંપકસિંહ જાડેજા-વડાળી, બલદેવસિંહ ગોહિલ- કુકડ, વી.પી. જાડેજા-પડધરી,  હેમંતસિંહ જાડેજા-ભાંખ, વિક્રમસિંહ જાડેજા- તોરણિયા, મહાવીરસિંહ જાડેજા- સાતોદળ, જયપાલસિંહ સરવૈયા- લોધિકા, ઓમદેવસિંહ જાડેજા- ટોડા, જયદેવસિંહ ઝાલા-જેતપુર,  યશપાલસિંહ જાડેજા-રાવકી તથા મહિલા સંઘના દશરથબા પરમાર, જયશ્રીબા પી. જાડેજા, હિનાબા ગોહિલ, કીર્તિબા રાણા, ડો.અલ્‍પનાબા ઝાલા તથા રાજકોટના તમામ મહિલા સંઘના હોદેદારો તથા સભ્‍યો જહેમત ઉઠાવી રહેલ છે.

આ રાસોત્‍સવ નિહાળવા ગિરાસદાર રાજપૂત સમાજના તમામ ભાઈઓ, બહેનો,દીકરાઓ અને દીકરીબાઓને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે જેમાં રાજપુતી પરંપરાગત પોષાકમાં પધારવું તથા દરેક ભાગ લેનાર દીકરીબાને વિનંતી છે કે ૬ વાગ્‍યે રાસોત્‍સવ શરૂ થઈ જશે તેથી સમયસર આવવું.

ગિરાસદાર રાજપૂત સમાજનો ૧૯મો

સમુહલગ્નોત્‍સવ ફેબ્રુઆરીમાં: નોંધણી શરૂ

ગિરાસદાર રાજપુત સમાજના ૧૯માં સમુહ લગ્નોત્‍સવનું રાજકોટ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના કરવામાં આવ્‍યું છે. આ સમુહલગ્નમાં ભાગ લેવા ઇચ્‍છતા ગિરાસદાર પરિવારોના નામો નોંધવાનું ચાલુ છેઃ શરદોત્‍સવ દરમ્‍યાન પણ આ નોંધણી થઇ શકશે તેમ પી.ટી. જાડેજાએ જણાવ્‍યું હતું.

(3:33 PM IST)