News of Wednesday, 1st October 2025
‘‘અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ'' રાસોત્સવમાં વરસાદી માહોલમાં મોજીલા ખેલૈયાઓએ જમાવ્યો રંગઃ આજે મેગા ફાઇનલ
અચાનક પડેલા વરસાદે ખેલૈયાઓની રફતાર રોકી નહોતીઃ યુવતીઓ, મહિલાઓ અને યુવાનો પરંપરાગત વેશભૂષામાં ભીંજાઈને ગરબે રમ્યા

રાજકોટઃ વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ ગરબાના આયોજન રદ કરવાની ફરજ પડી છે, ત્યારે અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલના મોજીલા ખૈલેયાઓએ સાબિત કરી દીધું છે કે મા અંબેની આરાધનામાં તેમનો ઉત્સાહ ગમે તેટલા વરસાદ સામે પણ ઝૂકતો નથી.વરસાદી માહોલ વચ્ચે પણ નવરાત્રીના આ પર્વને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતની ઓળખ સમાન આ પર્વમાં ખેલૈયાઓનો 'અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલનો માતૃપ્રેમ ખરેખર વંદનીય છે.વાતાવરણમાં છવાયેલું વાદળછાયું આભ ખેલૈયાઓ માટે શરૂઆતમાં ચિંતાનો વિષય બન્યું હતું, પરંતુ થોડા જ સમયમાં વરસતા વરસાદે ખેલૈયાઓના ઉત્સાહમાં નવો રંગ ભરી દીધો. માતાજીની આરાધનામાં મશગુલ ખેલૈયાઓએ વરસાદને પણ પર્વનો હિસ્સો માનીને ગરબા મેદાનમાં ઝૂમી ઉઠ્યા હતા.અચાનક પડેલા વરસાદે ખેલૈયાઓની રફતાર રોકી નહોતી, પરંતુ તેમની ખુશીમાં ઉમેરો કર્યો હતો. યુવતીઓ, મહિલાઓ અને યુવાનો પરંપરાગત વેશભૂષામાં ભીંજાઈને ગરબે રમતા જોવા મળ્યા હતા. વરસાદની ટીપાં સાથે ખેલૈયાઓના ઘૂંઘટ, ચણિયાચોળી અને રંગીન કપડાં ઝળહળતા થતાં સમગ્ર મેદાન એક અનોખું લ્લશ્ય પેદા થયું હતું. માતાજીના ભક્તિગીતોની મધુર ધૂન સાથે વરસતો વરસાદ ખેલૈયાઓ માટે યાદગાર ક્ષણો બની રહ્યો હતો.
અબતક સુરભી મિર્ચી રોક એન્ડ ઢોલ રાસોત્સવમાં વરસાદી માહોલ માં મોંઘેરા મહેમાન સિલ્વર પંપ ના એમડી વિનીત બેડીયા તેમના ધર્મપત્ની સાથે તેમજ જિલ્લા સરકારી વકીલ એસ.કે વોરા પીપડીયા અને પરાગ શાહ ઉપસ્થિત રહીને ખેલૈયા ઉત્સાહ વધાર્યો હતા‘અબતક સુરભી મીર્ચી રોક એન્ડ ઢોલમાં'માં મનભરી ઝુમી ઉઠયા હતા. નવરાત્રિના પ્રારંભથી લઇને રોજે રોજ પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ તરીકે અનેક ખૈલયાઓને પસંદ કરવામાં આવ્યા છે. જયારે આજે નવરાત્રિના અંતિમ દિવસે નવ દિવસે બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ ગરબે ઘૂમે ને મેગા ફાઇનલ રમાશે તેમાંથી પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાને પસંદ કરવામાં આવશે. આજે પસંદ પામેલા વિજેતા એટલે પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે. મેગા ફાઇનલમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ-ત્રણ સીનીયર અને જુનીયર વિજેતાની પસંદગી કરવામાં આવશે.(૩૮.૪૫)
(3:45 PM IST)










