News of Thursday, 2nd October 2025
રાજકોટ શહેર-જીલ્લામાં જમીન-મકાન-પ્લોટની ખરીદી-વેચાણમાં તેજી યથાવતઃ ૧૩ હજાર દસ્તાવેજો નોંધાયા
સરકારને ફી તથા સ્ટેમ્પ ડયુટીની ૭૯ કરોડની આવક : સૌથી વધુ રાજકોટ-ર મોરબી રોડ પર ૧૮૧૬ તો સૌથી ઓછા વિંછીયા ઝોનમાં-પ૯ દસ્તાવેજની નોંધણી

રાજકોટ તા. ર :.. ગયા સપ્ટેમ્બર મહિનામાં પણ રાજકોટ શહેર-જીલ્લામાં જમીન-મકાન-પ્લોટની ખરીદી-વેચાણમાં તેજીનો દોર યથાવત રહ્યો છે, એક મહિનામાં ૧૮ ઝોનમાં થઇને ૧૩૦ર૦ દસ્તાવેજો નોંધાયા હતા, જેમાં સૌથી વધુ રાજકોટ -ર, મોરબી રોડ પર-૧૮૧૬ તો સૌથી ઓછા વિંછીયા ઝોનમાં-પ૯ દસ્તાવેજોની નોંધણી થયાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.
તેમણે ઉમેરેલ કે, ૧૩ હજાર દસ્તાવેજો ને કારણે સરકારને ભરાયેલ ફી અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પ ડયુટી સહિત કુલ ૭૯ કરોડ ૧૩ લાખની આવક થઇ છે, જો કે, ઓગસ્ટ મહિનામાં નોંધાયેલ ૧૩૩ર૦ દસ્તાવેજો કરતા આ વખતે ૩૬૦ દસ્તાવેજો ઓછા થયાનું સાધનોએ જણાવેલ.
રાજકોટ શહેર-જીલ્લાના ૧૮ ઝોનમાં નોંધાયેલ દસ્તાવેજોની વિગતો મુજબ કોટડાસાંગાણી-પ૧પ, લોધીકા-૮ર૬, જામકંડોરણા-૮૯, પડધરી-ર૪૧, રાજકોટ-૩-રતનપર-૯૭૪, જેતપુર-૬૪૯, ઉપલેટા -૩૯૮, ધોરાજી-ર૮૩, જસદણ-૪ર૩, ગોંડલ ૧ર૩૭, રાજકોટ-૧-૯૦૦, રાજકોટ-૪ રૈયા-૧૦૪૪, રાજકોટ-૮-રૂરલ ૭૩૩, કોઠારીયા -૮૭ર, રાજકોટ-૬, મવડી-૧રપ૪, તથા રાજકોટ-પ મવા ઝોનમાં ૭૦૭ દસ્તાવેજોની નોંધણી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
(2:48 PM IST)










