<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

મનોદિવ્‍યાંગોએ મનભરીને માણ્‍યો રાસોત્‍સવ : વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્‍થિત રહી તેમનો ઉમંગ વધાર્યો

રાજકોટ : પ્રયાસ પેરેન્‍ટ્‍સ એસોસિએશન દ્વારા દર વર્ષે દિવ્‍યાંગો માટે સ્‍પેશિયલ રાસોત્‍સવનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વખતે પણ છઠ્ઠા નોરતે શનિવારે દિવ્‍યાંગ રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખાસ કરીને સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ રાજકોટ કલેકટર શ્રી ઓમપ્રકાશ, શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ ઝા તેમજ રાજકોટના મેયર નયનાબેન પેઢળિયા, દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા,  પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ રાજદીપસિંહ જાડેજા, મહેશભાઈ રાઠોડ, કાશ્‍મીરાબેન નથવાણી, હિતેશભાઈ ઢોલરીયા તેમજ શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, સહકાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવે, કોર્પોરેટર જયાબેન ડાંગર, કોર્પોરેટર નેહલભાઈ શુક્‍લ તેમજ કિશોરભાઈ રાઠોડ પુરુષાર્થ યુવક મંડળ, સોનલબેન શેલાળા, મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડીયા, મહિલા મોરચા મહામંત્રી કિરણબેન હરસોડા તેમજ દિલીપભાઈ સખીયા, ગીરગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ જમનભાઈ ડેકોરા, જે.વી. શાહ રિટાયર્ડ ઇન્‍સ્‍પેક્‍ટર, સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલ એસોસીએશનના પ્રમુખ અવધેશભાઈ કાનગડ તેમજ ખૂબ મોટી સંખ્‍યામાં દિવ્‍યાંગો તથા તેમના પરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા. મનોદિવ્‍યાંગ દીકરીઓની સંસ્‍થાના સંચાલકઓ તેમજ હોમફોર બોયઝના સંચાલકો ખાસ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ પેરેન્‍ટ એસોસિએશનના પ્રમુખ પૂજાબેન પટેલ, સેક્રેટરી ભાસ્‍કરભાઈ પારેખ, ટ્રસ્‍ટી જયંતીભાઈ સરધારા તેમજ સમસ્‍ત સમાજ સુરક્ષા અધિકારી તમામ ટીમ, યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શૈલેષભાઈ પંડયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(2:15 PM IST)