News of Thursday, 2nd October 2025
બાળકોને સુપોષિત બનાવવા સરકારની અનેક યોજનાઓ : પ્રવીણાબેન
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ગોંડલમાં ભૂલકા મેળો

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી અને ડી.ડી.ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદની હાજરીમાં ગોંડલમાં યોજાયેલ ભૂલકા મેળાની તસ્વીર.
રાજકોટ, તા. ૦ર : જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો. જેમાં માતા યશોદા એવોર્ડ, ''પા પા પગલી'' પ્રોજેક્ટ અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ અને પોષણ ઉત્સવ હેઠળ પૌષ્ટિક વાનગી સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય હોવાથી બાળકો સુપોષિત બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે. બાળકોમાં શ્રેષ્ઠતમ વિચાર અને આચાર કેળવાય તથા જીવનના સંઘર્ષનો સામનો કરી શકવા બાળક સક્ષમ બને તે માટે મિલેટ્સને આહારમાં સામેલ કરવા જોઈએ. બાળકોના માતા પિતાએ બાળકોને મોબાઈલ ફોનનો ઉપયોગ નહિવત કરાવવો અને બાળકોના શારીરિક વિકાસ માટે યોગ, કસરત અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી વાતાવરણ પુરૂં પાડવું જોઈએ.
આ તકે મિલેટ્સ અંગે જાગળતિ લાવવા અને પોષણ માસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના ૧૨ વિવિધ ઘટકોએ ૅપોષણ ઉત્સવૅ અન્વયે ભાખરી, પુડલા, પિઝ્ઝા, સેવ ખમણી, રાગી શેક, ખજૂર કેન્ડી, નૂડલ્સ, નાન ખટાઈ સહિતની ૭૨ વિવિધ વાનગીઓને પ્રદર્શનમાં મૂકી હતી.
જિલ્લાની ૧૨ વિવિધ આંગણવાડી ઘટકોની કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ અને સર્ટિફિકેટ, બાળકો દ્વારા રજૂ કરાયેલ શ્રેષ્ઠ પાંચ કળતિઓને એવોર્ડ, ટીચિંગ ર્લનિંગ મટીરીયલથી એટલે કે પાંચ શ્રેષ્ઠ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ એવોર્ડ, ટેક હોમ રાશન અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગી સ્પર્ધાના સ્પર્ધકોને એવોર્ડ, શ્રેષ્ઠ ત્રણ નાટયકળતિને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ વિવિધ પૌષ્ટિક વાનગીઓના સ્ટોલનું અને ટી.એલ.એમ. મોડલનું નિદર્શન કર્યું હતું.
આ તકે ધારાસભ્ય ગીતાબા જાડેજા, મહિલા અને બાલ કલ્યાણ તથા શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન કંચનબેન બગડા, અગ્રણીઓ ભાવનાબેન રૈયાણી, નાથીબેન સોલંકી, શ્રી ચિરાગભાઈ ગુલ, ભરતભાઈ ઢોલરિયા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, મામલતદાર દીપકભાઈ ભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. ઉકાવાલા સહિત બહોળી સંખ્યામાં આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનો, માતાઓ, કિશોરીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા.
(2:37 PM IST)










