<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

શહેરના માર્કેટ-વોંકળા- તળાવ સહિતના વિસ્‍તારો ચોખ્‍ખા ચણાંક કરાયાઃ ર૪ ટન કચરાનો નિકાલ

રાજકોટ, તા. ર : ભારત સરકાર તથા ગુજરાત સરકારશ્રી દ્વારા ર-જી ઓકટોબરના રોજ પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીને જન્‍મ જયંતિની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્‍વચ્‍છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. ૅસ્‍વચ્‍છ ભારત મિશનૅના ૧૧ મી વર્ષગાંઠની‘સ્‍વચ્‍છતા હી સેવા-૨૦૨૫' ને તા.૧૭ મી સપ્‍ટેમ્‍બરથી તા.૩૧ મી ઓક્‍ટોબર, સુધી  ‘‘સ્‍વચ્‍છોત્‍સ્‍વ'' તરીકે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત આજે નદી, તળાવ, વરસાદી પાણીના નાળા, માર્કેટ અને વાણિજ્‍ય વિસ્‍તાર, મુખ્‍ય માર્ગ, પબ્‍લિક ટોયલેટ, કોમ્‍યુનિટી ટોયલેટ, જીવીપી વગેરે સ્‍થળોએ ૫૦૦૯ સફાઈ કામદારો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરી ર૪ ટન કચરાનો નિકાલ કરાયો હતો. આ ઝુંબેશમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશ જલુ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મીઓ જોડાયા હતા.   

(3:02 PM IST)