News of Thursday, 2nd October 2025
અસુરો ઉપર શુરોના વિજયનું પર્વ વિજયાદશમીએ પોલીસ શસ્ત્રોગારમાં રહેલા આધુનિક શસ્ત્રોનું વિધિવત પુજન કરાયું
‘હે માતાજી શકય હોય ત્યાં સુધી આ હથીયારોનો ઉપયોગ અમે ન કરીએ, અને જો દાનવરૂપી ગુન્હેગારો અરાજકતા ફેલાવે તો આ હથીયારનો ઉપયોગ કરતા ખચકાય પણ નહિ'... પોલીસ અધિકારીઓની પ્રાર્થના સતયુગમાં દેવોએ દાનવોનો સંહાર કર્યો તેમ કળીયુગમાં ગુન્હેગારોને ભોં ભીતર કરવાની શકિત ધરાવતા પોલીસ ફોર્સ દ્વારા પરંપરા નિભાવામાં આવી

રાજકોટ : આજે વિજયાદશમીના તહેવાર અંતર્ગત શહેર પોલીસ કમિશ્નરેટ હેઠળના પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલા શષાાગારના પૌરાણીકથી માંડી આધુનિક હથીયારોનું શાષાોકત વિધિથી પુજન એડીશ્નલ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત અધિકારીઓએ ‘માં ભવાની ' રૂપી હથીયારોનું પુજન કરતા સમયે મનોમન એવી પ્રાર્થના કરી હતી કે, ‘હે માતાજી શકય હોય ત્યાં સુધી આ હથીયારોનો ઉપયોગ અમે ન કરીએ, અને જો દાનવરૂપી ગુન્હેગારો અરાજકતા ફેલાવે તો આ હથીયારનો ઉપયોગ કરતા ખચકાય પણ નહિ'. જે હથીયારોનું પુજન કરવામાં આવ્યું તેમાં થ્રીનોટ થ્રી રાઇફલ (મોટા ભાગે હવે ઉપયોગમાં નથી), મશીનગન, નાઇન એમએમ પિસ્તોલ,, ૩૮ બોર, મલ્ટીસેલ લોન્ચર, બર્સ્ટ ફાયર કરતી એકે-૪૭, એકે-૪૬, સ્નાઇપર રાયફલ, ૧ર બોર પંપ એકશન ગન, જર્મની બનાવટનું નાઇન એમએમ એમપી-પ હથીયાર સહિતનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, ડીસીપી (ટ્રાફીક) હરપાલસિંહ જાડેજા, ડીસીપી ઝોન-ર રાકેશ દેસાઇ, ડીસીપી ઝોન-૧ સુશ્રી હેતલ પટેલ, એસીપી રાધીકા ભારાઇ, એસીપી ભરત બસીયા, એસીપી ચિરાગ પટેલ, એસીપી ચિંતન પટેલ, પોલીસ હેડ કવાર્ટરના એસીપી એમ.આઇ.પઠાણ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, ગાંધીગ્રામ પીઆઇ એસ.આર.મેઘાણી, ભકિતનગર પીઆઇ મયુરસિંહ સરવૈયા, એ ડીવીઝનના પીઆઇ બોરીસાગર, પ્ર.નગર પીઆઇ વસાવા, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ હરીપરા, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલ અને સબ ઇન્સ્પેકટર્સ સહિતના અધિકારીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયો હતો. (ફોટોઃ સંદીપ બગથરીયા)
(3:05 PM IST)










