<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

કોઠારીયા ચોકડી પાસે ડમ્‍પરે બાઇકને ઉલાળી દેતાં કારખાનેદારનું મૃત્‍યુ

શૈલેષભાઇ વિરાણી કારખાનેથી ઘરે જતાં હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨: જીવલેણ અકસ્‍માતના વધુ એક બનાવમાં કોઠારીયા ચોકડીના ઓવરબ્રીજ ઉપર ડમ્‍પરની ઠોકરે બાઇક ચડી જતાં તેના ચાલક કારખાનેદારનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ શહેરના આજી ડેમ ચોકડી તરફ જતા રસ્‍તે કોઠારિયા ચોકડીના બ્રિજ પર આ અકસ્‍માત સર્જાયો હતો. શહેરના ૮૦ ફૂટના રોડ પર ભક્‍તિનગર વિસ્‍તારમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઈ વિરાણી (ઉં.વ.૫૦) બાઇક હંકારીને જતાં હતાં ત્‍યારે કોઠારીયા ચોકડીના બ્રીજ પર ડમ્‍પરચાલકે અકસ્‍માત સર્જતા ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

 આસપાસ કામના સ્‍થળેથી પરત ઘરે જતી વેળાએ કોઠારિયા ચોકડીના બ્રિજ પર ડમ્‍પરની ઠોકરે બાઇક ચડી જતાં આધેડનું સ્‍થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતું. તેઓ કારખાનેથી ઘરે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. મૃત્‍યુ પામનારને બે સંતાન હોવાનું જણાવાયું હતું. આજીડેમ પોલીસે ડમ્‍પર ચાલક સામે કાર્યવાહી કરી હતી. 

(3:34 PM IST)