તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Friday, 3rd October 2025
આપણું બંધારણ જ આપણું સાચુ બ્રહ્માષાઃ ઈન્દ્રનીલ રાજગુરૂ
આપણું બંધારણ જ આપણું બ્રહ્માષા છે તે વાત લોકોએ સમજવી પડશે અને પોતાના અધિકારો મેળવવા પડશે, પ્રજાજનો જ દેશના સાચા માલિક છે, કોંગ્રેસે આ દેશને શ્રેષ્ઠ બંધારણની ભેટ આપી છેઃ ઇન્દ્રનિલ રાજગરૂ દ્વારા બંધારણનું પૂજન

રાજકોટઃ આજે વિજયાદશમીના દિવસે ઠેર ઠેર શષાપૂજનના કાર્યક્રમો યોજાયા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ લોકશાહીના બ્રહ્માષા સમાન બંધારણનું પૂજન કરીને સમાજને એક નવી દિશા બતાવી છે. સાચુ બ્રહ્માષા તો આપણું બંધારણ જ છે તેમ જણાવી ઈન્દ્રનીલ રાજગુરુ દ્વારા આજે બંધારણનું શાષાોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. સમાજને એક નવી રાહ બતાવવા માટે પોતે બંધારણને બ્રહ્માષા તરીકે ઓળખાવી તેની પૂજા કરે છે તેમ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી રાજ્યગુરૂની વાડીમાં વિજયાદશમીની આ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ઇન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું કે, આપણે બંધારણ સમજશું તો તેનું અમલીકરણ કરવાની સરકારને ફરજ પાડી શકશુ. એટલું જ નહીં, પરંતુ પ્રજાની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની છે એ વાત આમ લોકોને પહોંચે એ માટે આજે બંધારણને બ્રહ્માષ તરીકે ગણાવી એની પૂજા કરી છે. બંધારણ એવું એક શષ છે જે સામાન્ય માણસને સમાન અધિકાર આપે છે. તો દેશનો સામાન્ય નાગરિક પોતાના હક્ક અને અધિકાર માટે લડે અને આ બંને તેને બંધારણ દ્વારા જ પ્રાપ્ત થાય છે તેવી સમજણ એ કેળવે તે જરૂરી છે.
તેમણે કહ્યું હતું કે બંધારણની પૂજા એક શષ તરીકે કરી છે.આમ આ ખૂબ સામાન્ય વાત લાગે પરંતુ લોકોએ આ બંધારણને સમજવાની અને એ આ દેશના માલિક હોવાની સત્તા બંધારણે આપેલી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. એક વખત વ્યક્તિ બંધારણને સમજી લે તો દેશમાં ખરા અર્થમાં તંદુરસ્ત સમાજ બની શકે તેમ છે. આ મેસેજ લોકોમાં પહોંચે અને તેનો સદુપયોગ કરે એવા હેતુસર આજે બંધારણનું પૂજન કરવામાં આવ્યું છે.
ઈન્દ્રનીલ રાજગુરુએ ઉમેર્યું હતું કે ગાંધીજીની આગેવાનીમા કોંગ્રેસે દેશને આઝાદી અપાવી અને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપી લોકોને આ દેશના માલિક બનાવ્યા. આ બંધારણને કારણે જ ભારત વિશ્વનો સૌથી મોટો પ્રજાસત્તાક દેશ બન્યો.
કોંગ્રેસે બંધારણનો યોગ્ય રીતે અમલ કરી દેશનો વિકાસ કર્યો. કદાચ એટલે જ આપણાં દેશની ગણના આજે ગરીબને બદલે વિકાસશીલ દેશ તરીકે થાય છે.
આજે દશેરાના દિવસ આપણે રાવણ દહન કરીએ છીએ. વાસ્તવમાં આપણા અહમનું દહન કરવું જોઈએ. આપણા સૌ માટે સૌથી પહેલા દેશ છે અને કોઈ દેશથી ઉપર કોઈ નથી. આજે કોઈનો પણ અહમ્ ચલાવી ના લેવાય. હથિયાર વગર પણ લડાઈ જીતી શકાય તેવુ આપણા જ મહાત્મા ગાંધીજી દુનિયાને સમજાવી ગયા છે.
આપણે નાગરિકો જ આ દેશના માલિક છીએ તેવા હંમેશા યાદ રાખવી પડશે. અને આપણને કોઈ હાની ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું પડશે. બંધારણે આપણને ઘણા બધા અધિકારો આપ્યા છે અને આપણે આ અધિકારોને જ બ્રહ્માષ તરીકે વાપરવા જોઈએ.
(2:23 PM IST)










