તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
રવિવારે સમસ્ત કોળી સમાજના એક દિવસીય રાસ ગરબા
કોળી સેના રાજકોટ જિલ્લા, શ્રી ચામુંડાધામ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજન : રાજકોટ આગેવાનો, સંતો મહંતોની ઉપસ્થિતિઃ વિજેતા ખેલૈયાઓને ઇનામોની વણઝારઃ પાસ વિતરણ

રાજકોટઃ કોળી સેના રાજકોટ જિલ્લા- શ્રી ચામુંડાધામ ટ્રસ્ટ રાજકોટ દ્વારા એક દિવસીય રાસ ગરબા મહોત્સવનું તા. પ ને રવિવાર સાંજે ૬:૩૦ વાગ્યાથી સ્થળ વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ, ટાગોર રોડ, ખાતે માત્ર સમસ્ત કોળી સમાજ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેના પાસની કિંમત રૂા. ૧પ૦/- રાખવામાં આવેલ છે. અને પાસ મેળવવા માટે કોળી સેના રાજકોટ જીલ્લા કાર્યાલય ૧૧, મનહર પ્લોટ, મંગળા મેઇન રોડ, રાજકોટ મો.૭૬૭૬પ ૪૪૪૪૪, ૯૦૧૬૯ ૫ ૮૦૯૭
દિપ પ્રાગટય સંત શ્રી અમરગીરી બાપુ તેમજ મુખ્ય અતીથી વિશેષ તરીકે પરસોતમભાઇ ઓ. સોલંકી, ગુજરાત રાજય (સ્થાપના-કોળી સેના ગુજરાત) મંત્રી નિમુબેન બાંભણીયા, કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવરીયા, સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, રાજય મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ભુપતભાઇ ડાભી, સ્થાપક માંધાતા ગૃપ, ગુજરાત પુર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહેલ, પૂર્વ ધારાસભ્ય રૂત્કિભાઇ મકવાણા, યુવા પ્રમુખ દિવ્યેશભાઇ પી સોલંકી, કોળી સેના ગુજરાત રાજય દિપાબેન એમ. બાંભણીયા, ઉપસ્થિત રહેશે.
અંદાજે સાતેક હજાર ખેલૈસાઓ એકી સાથે રાસ ગરબા લઇ શકે તેવી વ્યવસ્થા સાથે નામાંકિત ગાયક કલાકારો શુર સાથે ઓરકેસ્ટ્ર ટીમ જમાવટ કરશે, મેડીકલ સુવિધાઓ, ડોકટરોની ટીમ સાથે ફાયર સેફટી, હાઇલેવલ સીકયુરીટી તથા ચુસ્ત બંદોબસ્ત સાથે સી.સી.ટી.વી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
આ આયોજનને સફળ બનાવવા આયોજક પ્રમુખ અજયભાઇ ડાભી, કોળી સેના રાજકોટ જીલ્લા, રાજુભાઇ મોકરીયા, યોગેશભાઇ વાટીયા, સાગરભાઇ ડાભી, મીતુલભાઇ મકવાણા, રણજીતભાઇ મકવાણા, ધવલભાઇ કુકડીયા ૧૦૦ થી વધુ કોળી સેના રાજકોટના સ્વયમ સેવકો જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:25 PM IST)










